ડીસા એકેડમી G FORCE ક્રિકેટ એકેડમી આયોજીત શેઠશ્રી લચ્છાજી હિન્દુજી માલી સિઝનબોલ વનડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં બીસીએ મહેસાણા સામે ભીલડી સ્પોર્ટસ ચેમ્પિયન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:35:37
  • Views : 626
  • Modified Date : 2019-04-16 06:35:37

છેલ્લાં ચાર મહિનાથી  ચાલી રહેલ ધી ડીસા સ્પોર્ટ્‌સ ક્રિકેટ એકેડમી અને (G FORCE) ક્રિકેટ એકેડમી દ્વારા ન્યુ.ટી.સી.ડી, ક્રિકેટ મેદાન ઉપર સ્વર્ગર્થ શ્રી શેઠ શ્રી લચ્છાજી હીન્દુજી માળી સિઝન બાલ વન.ડે ક્રિકેટ ટુર્નામેન્ટની આજ રોજ ફાઈનલ મેચ યોજાઈ લચ્છાજી હિન્દુજી માળી મેમોરિયલ સિઝનબોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની કુલ (૧૦) ટીમોએ ભાગ લીધો હતો. જેમાં આણંદ નડીયાદ - અમદાવાદ, બરોડા, સૌરાષ્ટ્ર, મહેસાણા, ડીસા, કચ્છ, આમ કુલ (૧૦) ટીમો નોક આઉટ પધ્ધતિ રમાડવામાં આવી હતી. જેમાં ફાઈનલમાં ભીલડી સ્પોર્ટ્‌સ અને મહેસાણા બીસીએ વચ્ચે રમાઈ હતી. જેમાં ભીલડીએ ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. જેમાં ભીલડીની ટીમે (૪૦) ઓવર  નવ વિકેટના ભાગે (રપ૧) રન બનાવ્યા હતા. જેમાં ભીલડીવતી ભાવિન ઈગલેએ (૧૦૧) રન આદિત્ય રાઠોડે - ૬૪ રન મુખ્ય બનાવ્યા હતા. મહેસાણા બીસીએ વતી બોલીંગમાં નીલ પટેલ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મહેસાણાની બીસીએની ટીમ ભીલડી સ્પોર્ટ્‌સ સામે (૧૪૪) રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. મહેસાણા બી.સી.એ. તરફથી ઉર્વીલ પટેલ સૌથી વધુ રન - ૯૭ રન બનાવ્યા હતા. તેમજ સાવન પટેલ ૩૦ રન મુખ્ય બનાવ્યા હતા. ભીલડી સ્પોર્ટ્‌સનો (૧૦૮) રને ફાઈનલ ભવ્ય વિજય થયો હતો. ટુર્નામેન્ટ મેન ઓફ ધ સીરીઝનો આદિત્ય રાઠોડને એવોર્ડ આપ્યો હતો. તેમજ મેન ઓફ ધ મેચ ભાવિન ઈગેલેને આપ્યો હતો. વિજેતા ટીમ ભીલડી સ્પોર્ટ્‌સને લચ્છાજી હિન્દુજી પરિવારના જીગ્નેશભાઈ પઢિયાર સુષાંતભાઈ પઢીયાર,  વિનોદભાઈ પટેલના હસ્તે ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી. તેમજ ઉપ વિજેતા મહેસાણાની ટીમને બનાસકાંઠા ક્રિકેટ એસો. સેક્રેટરી તરૂણભાઈ જાષી , વિક્રમભાઈ હસ્તે ટ્રોફી  આપવામાં આવી. એકેડમીના કોચ વિપુલભાઈ આલના પ્રયત્નોથી ઉત્તર ગુજરાતમાં ડીસા ખાતે આજે ક્રિકેટ ધબકતું રહે છે. આ ફાઈનલના ઈનામ વિતરણ પ્રસંગે ધર્મેશ વ્યાસ બ.કા. ડીસ્ટ્રી. એકેડમીના ડીસાના પ્રમુખ છબીલભાઈ  સોનેથા, મંત્રી સતીષ બનાવલા, ન.પા.સદસ્ય  રાજુભાઈ, અલ્કેશ રાવલ, દેવજી હેગડે (કોમેન્ટર) ડીસા એકેડમીના કોચ શૈલેષ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.



Download Our B K News Today App



Related News