સંડેર ગામથી ક્રિકેટ સટ્ટો રમતાં એક ઇસમને ઝડપી કરાયો જેલના હવાલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:46:31
  • Views : 439
  • Modified Date : 2019-04-12 06:46:31

 આઇ.પી.એલ. ક્રિકેટ મેચો ઉપર રમાતા ક્રિકેટ સટ્ટાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા પોલીસવડાએ સૂચના આપતાં એલ.સી.બી. પો.ઇન્સ. વાય.કે.ઝાલા તથા તેમની ટીમના ભાણજીજી, ભરતસિહ, કિર્તીસિહ, કુલદીપકુમાર, મહેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, રોહિતકુમાર વગેરે પેટ્રોલિંગમાં હતા.  દરમ્યાન  પો.ઇન્સ. વાય.કે.ઝાલાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પંચો સાથે સંડેર ગામની સિમમાં ક્રિકેટ સટ્ટા અંગે રેડ કરતા પટેલ કનુભાઇના બોર ઉપર બહારના ભાગે લાઇટના અજવાળે ખુલ્લામાં પટેલ કુલદીપકુમાર મહેન્દ્રભાઇ રહે.સંડેર ઉંડી ખુણ તા.જિ.પાટણ વાળાઓ આઇ.પી.એલ. ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી મેચ ઉપર પંજાબ કિંગ્સ ઇલેવનના દાવ ઉપરના મોબાઇલમાં ક્રિકેટ એક્ષ્ચેન્જ સોફ્‌ટવેરમાં ભાવ જાણી અલગ અલગ ગ્રાહકોના જેવા કે જયભાઇ (રહે.અમદાવાદ મો.નં.૮૦૦૦૦૩૨૬૭૬), પાર્થભાઇ (રહે.અમદવાદ મો.નં.૯૮૭૯૧૩૪૯૨૯), પટેલ સુનીલભાઇ (રહે.સંડેર બસસ્ટેન્ડની સામે મો.નં.૭૦૧૬૪૯૫૬૧૧), પટેલ ભુરાભાઇ નથ્થુભાઇ (રહે.સંડેર ખુણની વાડીની સામે મો.નં.૬૩૫૨૦૧૨૮૭૪),   રિકીનભાઇ (રહે. અમદાવાદ મો.નં.૯૮૨૪૧૦૭૧૭૭),  જયપાલભાઇ (રહે.અમદાવાદ મો.નં.૯૭૭૩૦૩૭૭૦૫) વાળાઓના નોટબુકમાં સોદાઓ લખી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા જેથી પોલીસે તેમની પાસેથી નોટબુક પેન તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦ તથા નોકિઆ કંપનીના મોબાઇલ નંગ-૨ તથા લાવા કંપનીના મોબાઇલ નંગ-૨ મળી કુલ મોબાઇલ નંગ-૪ કિં.રૂ.૨૦૦૦ તથા રોકડ રકમ રૂ.૧૨૯૦ મળી કુલ રૂ.૧૩૨૯૦ ના મુદ્દામાલ સાથે પટેલ કુલદીપકુમાર મહેન્દ્રભાઇ રહે.સંડેર ઉંડી ખુણ તા.જિ.પાટણ વાળાને પકડી પાડેલ. આ ઇસમ તેમજ અન્ય તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા મુજબ બાલીસાણા પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરાવી આગળની તપાસ બાલીસાણા પોલીસને સોંપેલ છે.


Download Our B K News Today App



Related News