લાખણી (તા)ના કોટડા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:18:55
  • Views : 715
  • Modified Date : 2019-04-20 05:18:55

 ગેળાલાખણી (તા) ના કોટડા ખાતે હાઈસ્કૂલના પટાંગણમાં ઓપન કેટેગરીની ફાઈનલ મેચ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ર૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કોટડા હાઈસ્કૂલની ટીમ શ્રી રાજેશ્વર ઈલેવન ટીમ જયેશભાઈ ચૌધરી (કપ્તાન)ની આગેવાનીમાં વિજેતા બની હતી.જે ફાઈનલ મેચમાં વશરામભાઈ બોકા કે જેઓએ ઝંઝાવતી બેટીંગ કરી પોતાની ટીમને વિજયી બનાવી હતી.
તેમને મેન ઓફ ધી મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ આ સમગ્ર ટુર્નામેન્ટના આયોજક રોહિતભાઈ હતા. જેઓએ વિજેતા ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી શુભકામનાઓ પાઠવી હતી.


Download Our B K News Today App



Related News