અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ : IPLની બે મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઇન પાર્કિંગ બુક કરાવ્યું, સ્ટેડિયમ પાસેની સોસાયટીઓમાં ચાર્જથી પાર્કિંગ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 15:09:54
  • Views : 315
  • Modified Date : 2022-05-27 15:09:54


અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ : IPLની બે મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઇન પાર્કિંગ બુક કરાવ્યું, સ્ટેડિયમ પાસેની સોસાયટીઓમાં ચાર્જથી પાર્કિંગ મળશે


 


IPLની વર્તમાન સીઝન અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચકરાશે. જ્યારે રવિવારે ફાઇનલ રમાશે. 1.32 લાખની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ બંને મુકાબલાની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. ચાહકોમાં પણ આ બંને મુકાબલાને લઇને ઉત્સાહ પરાકાષ્ઠાએ છે. આજે 'સેમી-ફાઇનલ' સાંજે 7.30થી અને ફાઇનલ રવિવારે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. IPLની બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે તેમજ સ્ટેડિયમની આસપાસની સોસાયટીઓ અને ચાલીઓમાં ચાર્જ આપીને પાર્કિંગ મેળવી શકાશે.


નાના-મોટા કાફેમાં પણ સ્ક્રીન ગોઠવાઈ ગઈ
અમદાવાદમાં આ રવિવાર IPLની ફાઈનલને નામે રહેશે એટલે શહેરના આર્ટ કલ્ચરના પ્લાનિંગ પણ એ પ્રમાણે થઈ રહ્યાં છે. સામાન્ય વીકેન્ડમાં શહેરમાં 7 જેટલી એક્સપરિમેન્ટલ સ્પેસ પર 21 જેટલાં વિવિધ પર્ફોર્મન્સ થાય છે, જ્યારે આ વીકેન્ડ સુધીમાં IPLને લીધે માત્ર 11 જેટલાં પર્ફોર્મન્સ થશે. શહેરની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની મોટી સોસાયટીઓમાં મોટી સ્ક્રીન ગોઠવીને મેમ્બર્સ ભેગા મળીને ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ જોશે. સાથે શહેરના હાઈવે પર આવેલા નાના-મોટા કાફેમાં પણ સ્ક્રીન ગોઠવાઈ ગયા છે.


 


બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું
IPL
ની બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. AMTSની 116 અને BRTSની 48 બસ ફાળવી છે. ટૂ-વ્હીલર માટે 8 અને ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. અત્યારસુધીમાં ફોર-વ્હીલરના 70 ટકા અને ટૂ-વ્હીલરના 40 ટકા પાર્કિંગ સ્લોટ બુક થઈ ગયા છે. આ વખતે શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકો વાહનના પાર્કિંગનું સ્થળ પણ અગાઉ નક્કી કરે શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે.સ્ટેડિયમ પર પહોંચીને વ્હીકલ પાર્કિંગની મુશ્કેલી સર્જાય તો સ્ટેડિયમની આસપાસની સોસાયટી, દુકાનો અને ચાલીઓમાં લોકો ટૂ-વ્હીલ પાર્કિંગ માટે 100 અને ફોર-વ્હીલ પાર્કિંગ માટે 200 રૂપિયાનો ચાર્જ લેશે.


પાર્કિંગ માટે ટૂ-વ્હીલરના 50 અને કારના 150 ચૂકવવા પડશે
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વાહન પાર્ક કરવા માટે પ્રેક્ષકોએ એડવાન્સ પાર્કિંગના પૈસા ઓનલાઇન ચૂકવવા પડશે. આ માટે પાર્કિગ સ્લોટ બુક કરતા સમયે જ પેમેન્ટ કરવાનું રહેશે, જેમાં ટૂ-વ્હીલર્સ પાર્કિંગ માટે 50 રૂપિયા અને કાર માટે 150 રૂપિયા ચૂકવવાના રહેશે. આમ, શુક્રવાર અને રવિવારના બે દિવસના પાર્કિંગ માટે પ્રેક્ષકો પાસેથી 27 લાખ રૂપિયા જેટલી રકમ વસૂલવામાં આવશે. દરેક પાર્કિંગ પ્લોટમાં CCTV કેમેરા તેમજ ટ્રાફિક વ્યવસ્થાના અનુસંધાનમાં એક ટ્રાફિક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે. આ સાથે 14 જેટલી ક્રેન પણ સ્ટેડિયમની આસપાસ રહેશે.


Download Our B K News Today App



Related News