ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઈસમની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:03:33
  • Views : 489
  • Modified Date : 2019-06-12 11:03:33

વર્તમાન સમયમાં ક્રિકેટ વિશ્વકપની રમતનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે ક્રિકેટ રસિયાઓ સાથે સ્ટોડિયાઓ પણ મોબાઈલ ઉપર ઓનલાઈન સટો રમાડવા સક્રિય થયા છે.બનાસકાંઠા જિલ્લાના દિયોદર શ્રીનાથજી સોસાયટીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચ ઉપર મોબાઈલ દ્વારા સટ્ટો રમાડતા એક ઈસમની પાલનપુર એસીબીએ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે   અને દિયોદર પોલીસ હપ્તાના વજન નીચે આરામ ફરમાવતી ઝડપાઇ છે અને જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શ્રીનાથજી સોસાયટીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી મેચમાં સોસાયટીમાં રહેતો શૈલેષગીરી ગોસ્વામી એના મોબાઈલ દ્વારા મેચ ઉપર સટ્ટો રમતો હતો જેવી ખાનગી બાતમી પાલનપુર એલસીબી

પીઆઇ પી.એસ વાઘેલાને મળતા સ્ટાફ સાથે ઓચિંતી રેઇડ કરી હતી.જેમાં મેચ પર સટ્ટો રમતો શૈલેષગીરી ગોસ્વામી અટકાયત કરી ૨૫,૦૦૦ કિંમતના બે મોબાઇલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આમ દિયોદર પંથકમાં મોબાઈલ ઉપર સટ્ટો રમાડવાનો ધીકતો ધંધો છડેચોક ચાલી રહ્યો છે ત્યારે યુવા ધનને ઓનલાઈન જુગાર સટ્ટો રમાડતા અટકાવે અને યુવા જિંદગી સાથે ગરીબ પરિવારોને શોર્ટકટ ધનવાન બનાવવાના દિવાસ્વાપનોનો આર્થિક પાયમાલી તરફ લઈ જતા અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલિસવડા એક્શન મોડમાં આવે તે જરૂરી દિયોદરમાં ઓનલાઈન મોબાઈલ ક્રિકેટ સટો રમાડવાની બોલબાલા જાવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News