અડાલજ પોલીસે ઉવારસદ ટીપી-૯ માંથી ૩ ઈસમો મોબાઈલ એપમાં ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:50:33
  • Views : 313
  • Modified Date : 2021-03-16 11:50:33

ગાંધીનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચના અન્વયે જે.એચ.સિંઘવ પોલીસ ઈન્સપેક્ટર અડાલજ પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ અડાલજ પો.સ્ટે.ના એ.એસ.આઈ. રતનલાલ બનવારીલાલ તથા સ્ટાફના માણસો ઉવારસદ ઓ.પી.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ઉવારસદ, ટી.પી.૯, પ્રમુખ પેશીફિક શોપીંગ સેન્ટર આગળ આવતા હિતેન્દ્રસિંહ વિહાજીનાઓને બાતમી હકીકત મળેલ કે, શિવ મોબાઈલ  નામી દુકાન આગળ કેટલાક ઈસમો હાલમાં ચાલતી ઈંન્ડિયા-ઈંગ્લેન્ડ ર૦-ર૦ મેચ ઉપર પૈસાથી હારજીતનો ક્રિકેટ સટ્ટો (જુગાર) રમે છે. જે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા ગૌરવ રમેશકુમાર ઠક્કર, જનક દિપકભાઈ ઠક્કર, તેજસ જગદીશભાઈ ખરોટે, તમામ રહે.
ઉવારસદ જી.ગાંધીનગરનાઓને, ટી.પી. ૯ પ્રમુખ પેશીફિક શોપીંગ સેન્ટર આગળ આવેલ શિવ મોબાઈલ નામની દુકાન આગળથી ઈંન્ડિયા-ઈગ્લેન્ડ વચ્ચે ચાલતી ર૦-ર૦ મેચ ઉપર મોબાઈલની ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્લીકેશનમાં પૈસાથી હારજીતનો ચિતરંજનકુમાર ઉર્ફે ચેતનકુમાર ઠક્કર રહે.ભવાની મંદીર, હારીજ, જી.પાટણનાઓને મોબાઈલ ઉપર ક્રિકેટ સટ્ટો રમી રમાડતા કુલ કિં.રૂ.૧,૩૩,૦૦ર/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામની વિરૂધ્ધમાં જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News