બનાસકાંઠામાં સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:16:42
  • Views : 373
  • Modified Date : 2020-09-04 11:16:42

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષપદે સી.આર.પાટીલ આવ્યા ત્યારપછી ભાજપના કાર્યકરોમાં જાણે જબરદસ્ત ઉત્સાહ જાેવા મળ્યો છે. પ્રદેશ અધ્યક્ષના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ગુરૂવારે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવેલા પાટીલનું સ્વાગત કરાયું હતું. ડીસાના પાર્ટીમાં તો કાર્યકરોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી એ જાેતા હવે કોરોનાની ગાઈડલાઈનમાં જાણે છુટ મળી હતી. તેમ હવે પાર્ટી પ્લોટમાં જળસાથી લગ્ન
કરવાનો રસ્તો જાણે સાફ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુરૂવારે ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો હતો. અંબાજીમાં મા અંબાના આશીર્વાદ મેળવીને સી.આર.પાટીલ પાલનપુર અને ડીસા આવવા નીકળ્યાં ત્યારે માર્ગમાં ઠેર - ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલના આ પ્રવાસ દરમિયાન આંદોલનોનું વિધ્ન તેમને નડે નહીં તે માટે પાલનપુર ખાતે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. તો પાલનપુર પાલિકા તંત્ર સફાઈ અને શહેરના ખાડા પુરવામાં લોકોની ફરીયાદ કાને ધરતું ન હતું. તેને જાણે રાતોરાત સાન આવી ગઈ હોય તેમ શહેરમાં પડેલા ખાડાઓને પુરવાનું શરૂ કરી દીધું હતું. સી.આર.પાટીલ પાલનપુર અને ડીસા ખાતે આવતાં ઉત્સાહ ઘેલા ભાજપના કાર્યકરો
અતિઉત્સાહમાં આવી ગયા હતા. કે સામાજિક અંતર ભૂલી ગયા હતા. જ્યારે કેન્દ્રની ગાઈડલાઈન નેતાઓ પણ ભૂલી ગયા હતા.
તમામ લોકોએ એક જાેરદાર ઉત્સવની જેમ પ્રદેશ પ્રમુખનું જાેરદાર સ્વાગત કર્યું હતું. જેને લઈને શુભમ પાર્ટી પ્લોટમાં હવે લગ્નનું આયોજન કરવા ઈચ્છતા લોકોને જળસાથી લગ્ન કરવા માટે દ્વાર ખુલી જતાં રસ્તો મળી ગયો હતો. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી સામાજિક અંતર સંખ્યાની મર્યાદા આ બધુ તમને નડશે નહીં.

Download Our B K News Today App



Related News