સી આર પાટીલની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી, છેલ્લા 5 મહિનાથી ગુજરાત ભાજપના અધ્યક્ષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 14:50:09
  • Views : 274
  • Modified Date : 2021-01-02 14:50:09

    નવસારી સાંસદ સીઆર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના 5 મહિના પહેલા અધ્યક્ષ બન્યાં હતાં. પાટીલની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકેની પસંદગી થઈ છે. ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સર્વેમાં ચંદ્રકાંત રઘુનાથ પાટીલ દેશના સૌથી પ્રભાવશાળી સાંસદમાં સૌથી ટોચના ક્રમે આવ્યા છે.સી આર પાટીલ પ્રથમ એવા ભાજપના પ્રમુખ છે જે નોન ગુજરાતી છે. રાજકારણમાં પ્રથમ પેઢીના એટલે કે રાજકીય ભૂતકાળ ન ધરાવતા પાટીલ પરિવારમાંથી ઉછરીને આવેલી ચંદ્રકાંત રધુનાથ પાટીલનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય પણ તેમનું શિક્ષણ સુરતમાં થયું છે. તેઓ 1975માં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા. જો કે રાજકીય ગુણો ધરાવતાં અને સામે પાણીએ તરવામાં માહેર સીઆર પાટીલે પોલીસનું યુનિયન બનાવવા પ્રયત્ન કર્યો હતો. જો કે તેમાં તેઓ ફાવ્યા નહી અને બરતરફ થયા હતા. બાદમાં તેમણે રાજકીય ક્ષેત્રે સંઘર્ષ કર્યો હતો. જેમાં તેઓ ત્રણ વખત સાંસદ બનવાથી લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યાં છે.

    જન્મે મહારાષ્ટ્રીયન પણ સુરતમાં આઈ.ટી.આઈ.ફીટર સુધીનું શિક્ષણ મેળવનારા સીઆર પાટીલ પોલીસ ખાતામાંથી નીકળ્યા. 1989માં સીઆર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ. એ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો હતો. તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવતા હતાં. સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાશીરામ રાણાના ખાસ વિશ્વાસુ બની ગયા હતાં. કાશીરામ રાણા પાસેથી જ તેઓએ સંગઠનના ગુણો શીખ્યા હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે.સીઆર પાટીલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા હતાં. પરંતુ પહેલી ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે 2009માં લડ્યા અને જંગી બહુમતિથી વિજેતા બન્યા હતાં. નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે. આ દબદબાએ જ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

    ભાજપના ફંડીગ મેનેજર તરીકે સીઆર પાટીલનું ખૂબ ઊંચુ નામ હોવાનું સામે આવી રહ્યું છે. સુરતના ટેક્સટાઈલના વેપારીઓ અને ઉદ્યોગકારો તથા હીરા ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવાથી લઈને તેમના સંગઠનોમાં સીઆરનું ઘણું ઉપજે છે. જેથી ચૂંટણી સમયે ભાજપ માટે ફંડ એકઠું કરવામાં તેઓ સતત અગ્રેસર રહ્યા છે. જેથી રાજકીય રીતે તેમનું કદ ખૂબ ઊંચ થઈ ગયું છે.સીઆર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના અને વિશ્વાસુ મનાય છે. નરેન્દ્ર મોદી વારાણસી બેઠકના તમામ કામ સીઆરને સોંપતા આવ્યા છે. સાથે જ ઉત્તરપ્રદેશ, બિહાર સહિતની દેશના અન્ય રાજયોની ચૂંટણીમાં સી આર પાટીને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.


Download Our B K News Today App



Related News