નવા સુદાસણા ગામના ગૌ સેવક રાજપૂત ભાઈઓએ સગર્ભા નીલ ગાયનો જીવ બચાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-14 20:46:05
  • Views : 489
  • Modified Date : 2022-10-14 20:46:05


ગત તા.13.10.2022 ના રોજ નવા સુદાસણા ગામની સીમમાં માદા નીલગાય જે સગર્ભા અવસ્થા માં હોઈ રાત્રિ ના કોઈ વાહન કે તાર ની વાડ સાથે અથડાવા થી પગ ભાગી જતાં દયનીય હાલત માં પડી હતી રાઠોડ  યશપાલસિંહ ને ખેતરે જતાં નજરે પડતા કૂતરા ફાડી ખાય તે પહેલાં તેમણે જીવદયા સાથે સંકળાયેલા પરમાર દશરથસિંહ ને જાણ કરતાં તરત જ પરમાર જસવંતસિંહ નો ટેમ્પો બોલાવી છેલ્લા એક માસ થી ગાયો ના લમ્પી રોગ માં ગાયો માટે 25000. જેટલા આયુર્વેદિક લાડવા બનાવી આજુ બાજુના ગામો અને છેક રાજસ્થાન સુધી પહોંચાડી સેવા કરતા નવા સુદાસણા ના ગૌ સેવા ગ્રુપ ના યુવાનો એ ભેગા મળી . માદા નીલગાય ને સહી સલામત રાજકુમારી હેમાંગની કુમારી સંચાલિત સુદાસણા જીવ દયા  કેન્દ્ર માં મૂકી .અબોલ જીવ બચાવવા નું ઉમદા કાર્ય કરી પોતાના રાજપુતી સંસ્કારો ઉજાગર કરી . ખુબ ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. આ કાર્ય માં ગૌ સેવા ટીમ ના સભ્યો રોહિતસિંહ, નિર્મલ સિંહ, મયુરસિંહ, મિતુલ સિંહ,  અનિલ સિંહ, રાજવીર સિંહ, પૃથ્વીસિંહ, વનરાજસિંહ,,જીતેન્દ્રસિંહ, પ્રદિપસિંહ વગેરે યોગદાન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News