ગૌમાતા લમ્પી વાઇરસ રોગથી નીરોગી બને તે માટે પગપાળા યાત્રા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત ગૌભકતો જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-31 13:38:24
  • Views : 303
  • Modified Date : 2022-08-31 13:38:24


લમ્પી વાયરસ રોગના કારણે અનેક ગાયો મોતને ભેટી છે તેમજ દુઃખ થી કણસતી ગાયો રોગ મુક્ત બને તે માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ની આગેવાની માં ગૌભકતો એ પગપાળા યાત્રા કરી શ્રી બાબા રામદેવ પીરના નેજા ચઢાવ્યા હતાં.


ડીસા શહેરની એસ.સી.ડબલ્યુ હાઈસ્કુલ ચાર રસ્તા પાસે આવેલ શ્રી ગોગા મહારાજ ના મંદિર ખાતે રબારી સમાજ ના આગેવાન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ના અધ્યક્ષ સ્થાને અને ભુવાજી ગફુલભાઈ દેસાઈ, અમરતભાઈ અજાણા, બળદેવભાઈ રાયકા, પ્રભાતભાઈ દેસાઈ, પાચાભાઈ દેસાઈ, બાબુભાઈ બલોધર સહિતના આગેવાનો અને ગૌભકતો એ શ્રી ગોગા મહારાજ ની આરતી કરી પગપાળા યાત્રા એ પ્રસ્થાન કર્યું હતું. પગપાળા યાત્રા શહેરની ડીસા એસ.સી.ડબલ્યુ હાઈસ્કુલ થી નિકળી  જલારામ મંદિર સામે આવેલ શ્રી બાબા રામદેવપીર મંદિરમાં બાબા રામદેવપીર ના નેજા ચડાવીને પૂજા અર્ચના કરી હતી અને ગૌમાતા પર આવી પડેલા લમ્પી વાઇરસ રોગથી પીડિત ગૌમાતા નીરોગી બને તેવી પ્રાર્થના કરી હતી. ગૌમાતા રોગ થી મુક્ત થાય એના માટે ડીસા શહેરના બાબા રામદેવપીર ની આ પગપાળા યાત્રા માં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News