સ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને અંતિમ મંજૂરી, PM મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 13:09:07
  • Views : 233
  • Modified Date : 2021-01-03 13:09:07

    કોરોના વેક્સિન અંગે અત્યાર સુધીના આ સૌથી મહત્વના સમાચાર છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની જાયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.સોમાનીએ કહ્યું કે, અમુક સાઈડ ઈફેક્ટ જેવા કે હળવો તાવ, દુખાવો અને એલર્જી દરેક વેક્સિનમાં સામાન્ય હોય છે, પણ આ બે વેક્સિન 110% સુરક્ષિત છે. વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો અફવા છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેક્સિનની મંજૂરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHO સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું કે, ભારતના આ નિર્ણયથી સાઉથ ઈસ્ટ એશિયામાં મહામારી વિરુદ્ધ લડાઈ મજબૂત થશે.

કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

  •     કોવેક્સિનના ફેઝ-2 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામ 23 ડિસેમ્બરે સામે આવ્યા હતા. ટ્રાયલ્સ 380 સ્વસ્થ બાળકો અને પુખ્ત વયના લોકો પર કરાઈ હતી.3 માઈક્રોગ્રામ અને 6 માઈક્રોગ્રામના બે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યા. બે ગ્રુપ્સ બનાવવામાં આવ્યા. તેને બે ડોઝ ચાર સપ્તાહની ગેપથી લગાડવામાં આવ્યા.ફેઝ-2 ટ્રાયલ્સમાં કોવેક્સિને હાઈ લેવલ એન્ટીબોડી પ્રોડ્યૂસ કર્યાં.બીજા વેક્સિનેશનના 3 મહિના પછી પણ તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડીની સંખ્યા વધી ગઈ છે.ટ્રાયલના પરિણામોના આધારે કંપનીનો દાવો છે કે કોવેક્સિનના કારણે શરીરમાં બનેલા એન્ટીબોડીથી 6 થી 12 મહિના સુધી રહે છે.એન્ટીબોડી એટલે કે શરીરમાં હાજર એવા પ્રોટીન, જે વાઈરસ, બેક્ટેરિયા, ફુગ અને પેરાસાઈટ્સના હુમલાને અસરવિહોણા કરે છે.કંપનીનો દાવો છે કે ફેઝ-3 માટે દેશભરમાં સૌથી વધુ 23 હજાર વોલેન્ટિયર્સ પર ટ્રાયલ થઈ.


Download Our B K News Today App



Related News