બી.કે.ન્યૂઝ દૈનિક ટીમનું રિયાલિટી ચેક ડીસાની બેકરીઓમાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:00:48
  • Views : 394
  • Modified Date : 2020-12-06 11:00:48

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.જેમાં  પાલનપુર તેમજ ડીસામાં કોરોનાનો વિસ્ફોટ જાેવા મળી રહ્યો છે. ત્યારે  બી.કે.ન્યૂઝની ટીમે ડીસા શહેરમાં આવેલ બેકરી ચલાવતા લોકોની રિયાલિટી ચેક કરતા ગંભીર બેદરકારી સામે આવી હતી.
કોરોના વાયરસના કેસો વચ્ચે કોરોનાથી લોકોના મોતનો આંકડો પણ વધી રહ્યો
છે. ત્યારે  બનાસકાંઠામાં
પાલનપુર તેમજ ડીસામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ડીસામાં આવેલ ગવાડી વિસ્તારમાં  ટોસ, ખારી, પફ, દાબેલી જેવી ચીજ વસ્તુઓ બનાવતી બેકરીમાં લોકો માસ્ક વગર કામ કરતા હોવાનું  સામે આવી રહ્યું છે. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું ધ્યાને આવતા “બી.કે.ન્યૂઝ”   ની ટીમે ઘટના સ્થળે પહોંચી રિયાલિટી ચેક કરતા ગંભીર બેદરકારી સામે આવી હતી. ડીસાના ગવાડી વિસ્તારમાં આવી અનેક ફેકટરીઓ આવેલી છે. જ્યાં રોજેરોજ માસ્ક અને હાથના મોજાં પહેર્યા વગર રોજિંદા જીવનમાં
વપરાતી બેકરની વસ્તુઓ બની રહી છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા જાે ડીસાના ગવાડી વિસ્તારમાં ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટાભાગની
ફેક્ટરીઓમાં માસ્ક વગરના લોકો ઝડપી શકે તેમ છે. ત્યારે જાે કોરોના વાયરસને અટકાવવો હોય તો ચોક્કસથી આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના ગવાડી વિસ્તારમાં તપાસ હાથ ધરવી જાેઈએ. જેનાથી આવનારા સમયમાં ડીસા શહેરમાં કોરોના વાયરસના કેસને અટકાવી શકાય.

Download Our B K News Today App



Related News