કોવિડ-19 / રાજધાની દિલ્હીમાં કોરોનાથી પહેલું મૃત્યુ, છેલ્લા 24 કલાકમાં 7 લોકોના ગયા જીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-31 13:45:03
  • Views : 112
  • Modified Date : 2025-05-31 13:45:03

દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 511 નવા કેસ નોંધાયા છે, તેની સાથે દેશમાં કોરોનાના કેસ 2000 ને વટાવી ગયા છે. જયારે સંક્રમણને કારણે 7 મૃત્યુ થયા છે, જેમાં રાજધાની દિલ્હીમાં પણ એક મૃત્યુ થયું છે. જોકે, આ વર્ષે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો આ પહેલો કેસ છે. જો દિલ્હીમાં સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ નોંધાયા. રાજધાની દિલ્હીમાં કોરોનાના કુલ 294 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 214 લોકો સ્વસ્થ થયા છે. મળતી માહિતી મુજબ, દિલ્હીમાં કોરોનાને કારણે 60 વર્ષીય મહિલાનું મોત થયું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડેટા જાહેર કરીને જણાવ્યું કે 30 મે સુધી દેશભરમાં 2710 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ, તમિલનાડુમાં કોરોનાને કારણે 1-1 મૃત્યુ થયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટ કારણે દિલ્હીમાં પહેલું મૃત્યુ થયું છે.

દિલ્હીમાં કોરોનાના કેસ

દિલ્હી-એનસીઆરમાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે તે ભયાનક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દી પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડિત હતા. કોવિડ પછી સંક્રમણ વધ્યું, સમસ્યા વધ્યા પછી મૃત્યુ થયું છે. નવા વેરિઅન્ટની અસર હળવી છે. પરંતુ તે ગંભીર દર્દી અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને અસર કરી રહ્યો છે. જોકે, નિષ્ણાતો કહે છે કે ડરવાની જરૂર નથી. કોરોનાના વધતા જતા કેસ અંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે કોરોનાના કેસ સરકારના ધ્યાનમાં છે. હોસ્પિટલોમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ગભરાવાની જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી.

કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકો વરિષ્ઠ નાગરિકો છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ, તમિલનાડુમાં કોરોનાને કારણે 1-1 મૃત્યુ થયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં પંજાબના વ્યક્તિની ઉંમર 39 વર્ષ છે. બાકીના બધા વરિષ્ઠ નાગરિકો છે. ગુજરાતમાં મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બાકીના લોકોને કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીઓ પણ હતી.

Download Our B K News Today App



Related News