સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 12:13:27
  • Views : 230
  • Modified Date : 2021-01-02 12:13:27

    કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે.સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રી લગાડવામાં આવશેડ્રાય રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત ચાર સ્ટેપ સામેલ કરાશે, જેમાં 1. બેનિફિશિયરી(જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે)ની માહિતી. 2. જ્યાં વેક્સિન આપવાની છે એ જગ્યાની માહિતી. 3. સ્થળ પર ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન. 4. વેક્સિનેશનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવાનું સામેલ છે.

    ડ્રાય રનમાં પહેલા લિસ્ટમાં સામેલ અમુક લોકોને ડમી વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન વેક્સિનેશન શરૂ કરતાં પહેલાં જરૂરી વ્યવસ્થાનો રિવ્યૂ કરાશે, જેનાથી અસલી વેક્સિનેશન દરમિયાન આવનારી સંભવિત મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય.દરેક સાઈટ પર મેડિકલ ઓફિસર ઈનચાર્જ 25 બેનિફિશિયરીને પસંદ કરશે. દરેક સેન્ટર પર ત્રણ રૂમ હશે. પહેલો રૂમ વેઈટિંગ માટે હશે, જેમાં હેલ્થવર્કરની પૂરેપૂરી માહિતીનો ડેમો મેચ હશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે. ત્રીજા રૂમમાં વેક્સિન લગાવનારને 30 મિનિટ રાખવામાં આવશે, જેથી તેને કોઈ પરેશાની થાય તો સારવાર કરાવી શકાય.ડ્રાય રનમાં આ બેનિફિશિયરી હેલ્થવર્કર્સ જ રહેશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તે બેનિફિશિયરીનો ડેટા Co-WIN એપ પર અપલોડ કરે. આ વેક્સિનની ડિલિવરી અને મોનિટરિંગનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પ્રોસેસ પછી Co-WIN ઉપયોગી નીવડશે.સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 96 હજાર વેક્સિનેટરને વેક્સિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 2360 પાર્ટિસિપેન્ટ્સને નેશનલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઈન્સ્ટિટ્યૂટમાં અને 719 જિલ્લામાં 57 હજારથી વધુ પાર્ટિસિપેન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. વેક્સિનથી સંબંધિત કોઈપણ માહિતી કોઈપણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને મેળવી શકાશે.



Download Our B K News Today App



Related News