વાવ કોર્ટે ટડાવના એક કેસમાં બે આરોપીઓને બે વર્ષની સજા ફટકારતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 11:43:43
  • Views : 507
  • Modified Date : 2019-04-12 11:43:43

પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓ નાગજીભાઈ રાજાભાઈ પરમાર તથા રાજાભાઈ તેજાભાઇ પરમારના દીકરાઓ ફરિયાદી ગલાભાઈ રાવતભાઈ પરમાર રહે. ટડાવવાળાના ખેતરમાં કાળીગડા તોડી બગાડ કરતા હોઈ ફરિયાદી ગલાભાઈ રાવતભાઈ પરમારે ઠપકો આપતા. તેમને આ બન્ને આરોપીઓએ લાકડી અને ધારીયા વડે માર મારતા તેમને વાવ પો.સ્ટે.મો ઇ.પી.કો.કલમ ૩૨૩.૩૨૪.૧૧૪ ની ગુ.ર.ન.૩૦૧૧/૨૦૧૫ ફરિયાદ કરેલ. જે કેસ  ક્રિ. કે.ન. ૩૮૮/૨૦૧૫ થી વાવના મેં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કલ્પેશભાઈ નાડીયા સાહેબની કોર્ટમો ચાલી જતા સરકારી વકીલ  મનુભાઈ સોલકીની ધારદાર રજૂઆતો ધ્યાને લઇ નામદાર કોર્ટ આરોપી નાગજીભાઈ રાજાભાઈ પરમાર રહે. ટડાવ તા. વાવવાળાને ઇ.પી.કો.કલમ.૩૨૩ માં ૧ વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકારેલ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદનો હુકમ કરેલ અને આરોપી ન.૨ રાજાભાઈતેજાભાઈ પરમાર રહે. ટડાવ તા.વાવ વાળાએ ફરિયાદી ગલાભાઈ રાવતભાઈ રહે. ટડાવ વાળાને ધરીયા વડે ઇજા કરેલ હોઈ તેને ૨વર્ષની સાદી કેદ અને ૧૦૦૦ નો દંડ કરેલ અને દંડ ના ભરે તો વધુ એક માસની સજાનો વાવ કોર્ટે હુકમ કરતા અપરાધી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Download Our B K News Today App



Related News