જિજ્ઞેશ મેવાણી કેસમાં કોર્ટે આસામ પોલીસને ઝાટકી : કોર્ટે કહ્યું- પોલીસે ધારાસભ્યને જાણીજોઈને ફસાવ્યા, આવી મનમાની પર પ્રતિબંધ જરૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 12:19:45
  • Views : 412
  • Modified Date : 2022-04-30 12:19:45

જિજ્ઞેશ મેવાણી કેસમાં કોર્ટે આસામ પોલીસને ઝાટકી : કોર્ટે કહ્યું- પોલીસે ધારાસભ્યને જાણીજોઈને ફસાવ્યા, આવી મનમાની પર પ્રતિબંધ જરૂરી

 

આસામના બારપેટા કોર્ટે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મહિલા કોન્સ્ટેબલ પર કથિત હુમલો કરવાના કેસમાં જામીન આપી દીધા છે. આ દરમિયાન કોર્ટે આસામ પોલીસ પર જિજ્ઞેશને ફસાવ્યા હોવાની વાત કરીને પોલીસની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે જો પોલીસની આ પ્રકારની મનમાની રોકવામાં નહીં આવે તો આપણું રાજ્ય એક પોલીસ સ્ટેટ બની જશે.

વડાપ્રધાન મોદી પર ટ્વિટ કરવાના કેસમાં આસામની એક અન્ય કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા પછી 25 એપ્રિલે જિજ્ઞેશની એક પોલીસકર્મી પર હુમલાના કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આસામ કોર્ટે જામીન આપતી વખતે 29 એપ્રિલે આસામ પોલીસની ઝાટકણી કાઢી હતી. પોલીસ વાહનોમાં CCTV કેમેરા લગાવે
કોર્ટે મેવાણીને જામીન આપવાના તેમના આદેશમાં ગુવાહાટી હાઈકોર્ટને રાજ્યમાં પોલીસની ગેરવર્તણુક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એક અરજી પર ફેરવિચારણાં કરવાની અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત એવું પણ કહ્યું છે કે, આસામ પોલીસે બોડી કેમેરા પહેરવા અને પોતાના વાહનો પર સીસીટીવી કેમરા લગાવવાનો આદેશ આપે. જેથી આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે જે પણ ઘટના બને તેને કેદ કરી શકાય.

મહિલાએFIRમાં કઈક કહ્યું અને મેજિસ્ટ્રેટ સામે અલગ કહાની જણાવી
કોર્ટે કહ્યું છે કે, મહિલાએ FIRમાં કઈક અલગ કહ્યું છે અને મેજિસ્ટ્રેટની સામે એક અલગ નિવેદન આપ્યું છે. મહિલાના નિવેદનને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે, જીગ્નેશ મેવાણીને કસ્ટડીમાં રાખવા માટે આ જાણી જોઈને ઉભી કરેલી ઘટના છે.

મેવાણીએ સત્તાધારી પાર્ટી પર ફસાવવાનો આરોપ લગાવ્યો
જામીન મળ્યા પછી મેવાણીએ કહ્યું કે, આસામમાં ભાજપ સત્તામાં છે. વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં તેની ટ્વિટના કારણે ધરપકડ અને મહિલા કોન્સ્ટેબલ પર કથિત હુમલાનો વિવાદ સત્તાધારી પાર્ટીના હાથમાં છે. ભાજપે એક મહિલાનો ઉપયોગ કરીને તેની સામે કહાની ઉભી કરી છે, જે કાયરતાનું કામ છે.

મેવાણીએ કહ્યું કે, તેની ધરપકડ સામાન્ય નથી. આ ધરપકડ PMOમાં બેઠેલા રાજકિય સાહેબોના આદેશ અંતર્ગત કરવામાં આવી છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાથી ભાજપ આવી હરકતો કરી રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?
ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર દેશના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક કેસ ચાલી રહ્યાં છે. સોમવારે PM મોદી પર ટિપ્પણીના કેસમાં આસામની કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News