ડીસા ના ગેનાજી ગોલીયા ખાતે રસ્તા ઉપર બોર બનાવવા બાબતે સર્જાયેલ મારામારી માં આરોપીઓને સજા ફટકારતી કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:37:26
  • Views : 305
  • Modified Date : 2022-05-06 10:37:26

ડીસા ના ગેનાજી ગોલીયા ખાતે  રસ્તા ઉપર બોર બનાવવા બાબતે સર્જાયેલ મારામારી માં આરોપીઓને  સજા ફટકારતી કોર્ટ

 

 

ડીસા તાલુકા ના ગેનાજી ગોલિયા ખાતે રહેતા પોપટજી ખેતાજી માળી આશરે પાંચેક વર્ષ અગાઉ ગેનાજી ગોલીયા ખાતે રહેતા ખીમજી ખેતાજી માળી ના કુવા ઉપર  તેઓના ભત્રીજા સાથે ચોકડી બનાવવાનું કામ કરતા હતા તે દરમિયાન ત્યારે આરોપી વસાજી માલાજી ,જામાજી માલાજી,પરેશકુમાર વસાજી અને જાલમસિંગ ભોંમસિંગ ત્યાં આવેલા અને અપશબ્દો બોલી કહેવા લાગેલ કે અહીંયા ચોકડી ખોદી તો જાનથી મારી નાખીસુ તેમ કહી લાકડીઓ અને ધારીયા વડે હુમલો કરેલ અને ફેક્ચર સહિત ની ઇજાઓ કરેલી જે બાબતનો કેશ ડિસા કોર્ટ માં ચાલી જતા ડીસા  ડીસા કોર્ટે આ બાબતે  ચુકાદો આપતા તમામ આરોઈઓને ભારતીય દન્ડ સહિતા ની કલમ ૫૦૪,૫૦૬(૨) માં કસૂરવાર ઠેરવી  ચારેય આરોપીઓને  અલગ અલગ સજા ના ચુકાદા આપ્યા છે જેમાં  આરોપી  વસાજી માલાજી માલી રહે.ગેનાજી ગોલીયા વાળા ને સાત વર્ષ ની સજા અને રૂપિયા પાંચ  હજાર નો દંડ કરેલ છે બીજા આરોપી જામાજી માલાજી માળી રહે.ગેનાજી ગોલીયા વાળાને પણ સાત વર્ષ ની સજા અને પાંચ હજાર નો દન્ડ કરેલ ત્રીજા આરોપી વસાજી માલાજી માળી ને એક માસ ની સાદી કેદ ની સજા આરોપી જામાજી માલાજી માળી ને એક માસ ની સાદી કેદ ની સજા કરેલ તેમજ આરોપી જાલમસિંગ ભોંમસિંગ દરબાર રહે.ભડથ વાળા ને ત્રણ વર્ષ ની સજા અને રૂપિયા પાંચ હજાર નો દન્ડ કરેલ છે

Download Our B K News Today App



Related News