દેશનો સૌપ્રથમ રોડ સોલર પ્રોજેક્ટ તૈયાર, વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે, રાજ્યનો સૌથી લાંબો 3.5 કિ.મીનો બ્રિજ તૈયાર થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:19:00
  • Views : 444
  • Modified Date : 2021-01-01 12:19:00

    વડોદરા શહેરને વર્ષ-2021માં બે મોટી ભેટ મળવા જઈ રહી છે. જેમાં દેશના સૌપ્રથમ રોડ પર સોલર પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 10 દિવસ બાદ તેનું લોકાર્પણ થશે. આ સોલર પ્રોજેક્ટથી વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે અને ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી રાજ્યનો સૌથી લાંબો 3.5 કિ.મીનો બ્રિજ તૈયાર થશે.

    દેશમાં સૌપ્રથમ વખત રોડ પર સોલર પેનલ પ્રોજેકટનું શ્રેય વડોદરાને મળ્યું છે. વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસેના રોડ ઉપર 15.35 મીટરની ઊંચાઈ પર સોલાર પેનલ લગાડવાની કામગીરી પૂરી થઈ છે. આ પ્રોજેકટ કાર્યરત થતાં 555 ઘરોના વાર્ષિક વીજ બિલ જેટલી રૂા.1 કરોડની રકમ પાલિકા બચાવી શકશે. અકોટા દાંડિયાબજાર બ્રિજના 2 કિમીના રોડ પૈકી 280 મીટરની લંબાઈમાં 3024 સોલર પેનલ લગાડાઇ છે. 982 કે.વીની ક્ષમતાવાળી સોલાર પેનલ થકી વર્ષે 14 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. સાડા પાંચ વર્ષ બાદ આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે.

    અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગુજરાતનો પ્રથમ રોડ પરનો સોલર પેનલ પ્રોજેક્ટનું કામ જુલાઈ-2015માં શરૂ કરાયું, ત્યારે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અન્ય શહેરો માટે રોલ મોડેલ બનશે. આ પ્રોજેક્ટમાં પેનલો ફીટ થઇ જતાં વીજ મીટર ઉતાર્યા બાદ આગામી 10 દિવસ કાર્યરત કરવામાં આવશે.

-72 કલરફુલ ફસાડ લાઇટ લગાવાઇ
-3024 સોલાર પેનલો ફિટ કરાવાઈ        
    
     555 ઘરોના માસિક બિલ જેટલી વીજ બચત222 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી રાજ્યનો સૌથી લાંબો ફ્લાઇ ઓવર બની રહ્યો છે. જે 2021ના વર્ષના અંત સુધીમાં બ્રિજ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 7 સર્કલને આવરી લેતા આ ફ્લાઇ ઓવરમાં 10,200 મેટ્રિક ટન સ્ટીલ એટલે કે 1.2 કરોડ કિલો સ્ટીલ અને 35,200 મે. ટન સિમેન્ટ એટલે કે, 3.52 કરોડ કિલો સિમેન્ટનો વપરાશ થશે. સામાન્ય રીતે એક મકાનમાં પ્રતિ ચોરસફૂટે અડધી બેગ સિમેન્ટ એટલે કે, 25 કિલો સિમેન્ટ અને 5 કિલો સ્ટીલનો ઉપયોગ થાય છે.

    ફ્લાઇ ઓવરમાં ઉપયોગમાં લેવામાં આવનાર 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. તેવી જ રીતે સિમેન્ટનો પણ 35,200 મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ 14.08 લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જો એક મકાન 500 ચોરસફૂટનું ગણવામાં આવે તો તેવાં 2816 મકાન આટલા સિમેન્ટથી બની શકે છે. 136 પિલર ધરાવતા આ ફ્લાઇ ઓવરમાં હજુ 600 મીટરના સ્પાનની કામગીરી બાકી છે.

-136 પિલર ફ્લાઇ ઓવર માટે ઊભા કરાયાં

-7 ટ્રાફિક સર્કલ બ્રિજમાં આવશે.

    વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાઇ ઓવર એવો હશે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરૂ થતાં આ ફ્લાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવશે.


Download Our B K News Today App



Related News