દેશમાં આગામી વસ્તી ગણતરી વર્ષ 2021માં યોજાશે જેમાં ગુજરાતમાં મે 2020થી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 18:03:32
  • Views : 538
  • Modified Date : 2019-11-20 18:03:32

વર્ષ 2021માં દેશમાં યોજાનારી વસતિ ગણતરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વસતિ ગણતરી 2021 વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી માનવામાં આવે છે. આમ ગજરાતમાં આ વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો મે-જુન-2020થી ગુજરાતથી શરૂ થશે જે સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં હાથ ધરાશે. આ વસતિ ગણતરીમાં ગુજરાતમાં સૌપ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.આમ પ્રથમ તબક્કામાં ઘર યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતિપત્રકની પણ માહિતી અદ્યતન કરાશે.આ અંગે વસતિ ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે ભારતની વસતિ ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતિગણતરી અંતરાય વિના અવિરતપણે   નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પુર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતિ ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે. આગામી 2021ની વસતિ ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપનો ઉપયોગ કરાશે. વસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતિ પત્રક(NPR)ની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસતિ ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ સેન્સેસ 2021ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસતિ ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાશે.

Download Our B K News Today App



Related News