ભાણવડ પંથકમાંથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-17 15:58:05
  • Views : 85
  • Modified Date : 2023-12-17 15:58:05

રાજ્યમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યાં ફરી એક વાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. દ્વારકાના ભાણવડ પંથકમાં પોલીસે દરોડા પાડી બરડા ડુંગરના ભંડક નેસમાંથી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચે 6 હજાર લીટર દેશી દારૂનો આથો અને 34 નંગ બેરલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે 2 આરોપીઓ ફરાર થયા છે.તો હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.તો આ અગાઉ વડોદરામાંથી પણ દારુનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. વડોદરામાં 31 ડિસેમ્બર પહેલા દારુની હેરાફેરીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.તો વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે લાખો રુપિયાનો દારુ જપ્ત કર્યો હોવાની ઘટના સામે આવી હતી.તો 38 લાખ રુપિયાના વિદેશી દારુ સાથે બિશ્નોઈ ગેંગનો સાગરિત પકડાયો હતો. તો 31 ડિસેમ્બર પહેલા રાજ્યમાં અનેક જગ્યાઓએથી દારુનો જથ્થો ઝડપાયો હતો.

Download Our B K News Today App



Related News