ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, પ્રથમ દિવસે જ તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવા સરપંચો ઉમટી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:45:29
  • Views : 277
  • Modified Date : 2021-11-30 12:45:29

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે આજે ડીસા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ સરપંચોમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાંથી સરપંચો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા તાલુકા પંચાયત ખાતે સરપંચ ઉમેદવારનું ફોર્મ વિતરણ થતું હોવાના કારણે આજે સરપંચની ઉમેદવારી કરવા માટે પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે જોવા મળ્યા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ સરપંચો અને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News