કોટન કોર્પોરેશનમાં જૂનિયર આસિસ્ટન્ટ સહિત 95 પોસ્ટ પર ભરતી થશે, અપ્લાય કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 12:58:08
  • Views : 299
  • Modified Date : 2020-12-19 12:58:08

    કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)એ જુનિયર આસિસ્ટન્ટ, MT સહિત 95 ખાલી જગ્યાઓ પર ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલાં નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર, આ પોસ્ટ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ B.Com, B.Sc અને સંબંધિત વિષયમાં MBA પાસ ઉમેદવારો 07 જાન્યુઆરી 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

    જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યૂટિવની પોસ્ટ માટે માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે B.Sc એગ્રિકલ્સચરની લાયકાત હોવી જોઇએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

    આ માટે ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારના નિયમો અનુસાર, વયમાં છૂટછાટ આપવામાં આવશે.

    22,000-1,20,000 રૂપિયા

    જનરલ/OBC/EWS - 1500 રૂપિયા        
    SC/ST અને અન્ય - 500 રૂપિયા

    આ તમામ પોસ્ટ માટે લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ લીધા બાદ તૈયાર કરેલાં મેરીટ લિસ્ટ મુજબ કરવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ cotcorp.org.in પર જઇે છેલ્લી તારીખ 07 જાન્યુઆરી 2021 સુધી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.


પોસ્ટસંખ્યા
મેનેજમેન્ટ ટ્રેની (માર્કેટિંગ)05
મેનેજમેન્ટ ટ્રેની (અકાઉન્ટ)06
જૂનિયર કોમર્શિયલ એક્ઝિક્યૂટિવ50
જૂનિયર આસિસ્ટન્ટ (સામાન્ય)20
જૂનિયર આસિસ્ટન્ટ (અકાઉન્ટ)14

Download Our B K News Today App



Related News