દિયોદર એડીશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 10:15:46
  • Views : 391
  • Modified Date : 2019-07-10 10:15:46

દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ આજે ફરી એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આગથળા ગામે બે વર્ષ  અગાઉ દારૂ બાબતે બોલાચાલી થયા બાદ પત્નિ ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવનાર પતિને આજીવન કેદની સજા અને પ હજારનો દંડ આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના આગથળા ગામે રહેતી રેખાબેન પરેશજી ઠાકોર
તા. ૧પ/ર/ર૦૧૭ ના રોજ રેખાબેનને તેના પતિ સાથે દારૂ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં દારૂના નશામાં ચકચુર રહેલ પતિ ઉશ્કેરાઈ જઈ તેની પત્નિ ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી. જેમાં રેખાબેન ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવારઅર્થે ડીસા તેમજ મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર બાદ મોત નિપજ્યુ હતું જે બાબતે આગથળા પોલીસમથક ખાતે ઈ.પી.કો. કલમ ૪૯૮ (ક) ૩૦૭, ૩૦ર મુજબ ગુન્હો નોંધાતા આગથળા પોલીસે હત્યારા પતિની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દિધો હતો. જે કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જ્જ જે.એન. ઠક્કર સમક્ષ ચાલ્યો હતો. જેમાં સરકારી વકિલની દલીલો ધ્યાને લઈ આરોપી પરેશજી પ્રધાનજી ઠાકોરને ૩૦રના ગુન્હામાં આજીવન કેદ અને પ હજારનો દંડ આપતો ચુકાદો આપ્યો હતો.

Download Our B K News Today App



Related News