ભ્રૂણના DNA સેમ્પલ લેવાનો પણ આદેશ 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 16:38:57
  • Views : 522
  • Modified Date : 2019-11-07 16:38:57

તબીબોએ ગર્ભપાતની ના કહી કારણ આપ્યું હતું કે સગીરાના દુષ્કર્મ અંગેનો ફોજદારી કેસ હાલ ચાલી રહ્યો છે. ઉપરાંત ગર્ભ 24 સપ્તાહનો છે. કાયદા પ્રમાણે 20 સપ્તાહથી વધુના ગર્ભનું અબોર્શન ન થઇ શકે. જેથી સગીરાના માતા-પિતાએ હાઇકોર્ટમાં દાદ માગી હતી. કચ્છની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. પીડિતા અને તેના માતા-પિતાએ 24 અઠવાડિયાના ગર્ભના પાતની તૈયારી દર્શાવતા હાઇકોર્ટે ભુજ સિવિલ હોસ્પિટલના તબીબોને ગર્ભપાત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભૂ્રણના ડી.એન.એ. સેમ્પલ લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. જેથી આરોપીઓ અંગેના ચોક્કસ પુરાવાઓ મળી શકે.20 સપ્તાહ ઉપરનો ગર્ભ હોવાથી તબીબોએ ના કહેતા હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી.કચ્છમાં થોડા સમય પહેલાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને 24 સપ્તાહનો ગર્ભ હોવાનું બહાર આવતા ભુજની સિવિલ હોસ્પિટલના તબીબોને ગર્ભપાત માટે માગણી કરવામાં આવી હતી. જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ સગીરની સ્થિતિ વિશે ટેસ્ટ કરવાનો આદેશ આપી ગર્ભપાત અંગે અભિપ્રાય આપવા જણાવ્યું હતું. જેમાં તબીબોએ અભિપ્રાય આપ્યો હતો કે ગર્ભપાત સુરક્ષિત રીતે થઇ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે તબીબોને ગર્ભપાતનો આદેશ આપ્યો છે અને આગામી 18મી તારીખે તબીબોને અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂ્રણના ડી.એન.એ. સેમ્પલ લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. જેથી આરોપીઓ અંગેના ચોક્કસ પુરાવાઓ મળી શકે.

Download Our B K News Today App



Related News