વાવના ભાખરી ગામમાં વોટર સેટ યોજનામાં ભ્રષ્ટાચારની બંદબુ આવી બહાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-26 11:55:01
  • Views : 326
  • Modified Date : 2021-08-26 11:56:18

     વાવ તાલુકાના ભાખરી ગામમાં વોટર સેટ યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ગ્રામજનોની રાવ સાંભળવા મળી રહી છે જોકે આ ભષ્ટાચારને લઈને ભાખરી ગામના જાગૃત નાગરિક સેગલ પબાભાઈ દ્વારા અગાઉ પણ જવાબદાર તંત્રને જાણ કરવામાં આવી હતી કે વોટરશેડ યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધી કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથીજો કે જે વોટરશેડ યોજના હેઠળ કામ ગીરી કરવામાં આવે છે તે યોજનામાં તળાવની અંદર કામગીરી કરવામાં આવે છે જો કે જે કામગીરી અત્યારે જોવા મળી રહી છે તે કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવી છે તેમજ જે હકીકત કામગીરી કરવાની હતી તે કામગીરી કરવામાં આવી નથી જેને લઇને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું  સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે જોકે આ બાબતે થી ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં વોટરશેડ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની રાવ ઉઠવા પામી છે જોકે અગાઉ પણ વાવ ના અસારા તેમજ વાવડી ગામે વોટરશેડ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી રાવ ઉઠી હતી જોકે વાવના ભાખરી ગામે બે તળાવના બંધપાળા માં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાને હોવાની ગામલોકોએ આક્ષેપો કર્યા છે પાટડી ગામના તળાવમાં બંધ પાળા જુના હતા તેને બંધપાળા ઉપર માટી નાખીને નવા બંધપાળા બનાવ્યા છે જ્યારે ગામલોકો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીને વાત કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું તમારાથી જે થાય તે કરી લો કામ તો આવું જ થશે જેને લઇને ભાખરી ગામ ના યુવકે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી જોકે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં મીડિયા સમક્ષ રોસ ઢાલવ્યો હતો.

Download Our B K News Today App



Related News