ભાજપ સરકાર સામે ભાજપના જ કોર્પોરેટરોની બગાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 11:31:39
  • Views : 445
  • Modified Date : 2020-06-30 11:31:39

ડીસામાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસને કશું જ કરવાની જરૂર નથી. કારણ કે ડીસા નગર
પાલિકામાં શાસન કરી રહેલા ભાજપ માટે તેના સદસ્યો વિરોધ કરતા હોય છે. ત્યારે સોમવારે ડીસા નગરપાલિકાના ૮ સદસ્યો ભાજપ શાસિત પાલિકાની વિરુદ્ધમાં જ નાનાજી દેશમુખ ગાર્ડનને શરૂ કરવા માટે ધરણાં પર બેસી ગયા હતા. આ વિવાદિત બાગને લઈને
ભાજપમાં કમઠાણ શરૂ થયુ છે.
ડીસા નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું જ શાસન ચાલી રહ્યુ છે. કમજોર વિપક્ષના લીધે સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે વિપક્ષની ભૂમિકા ભાજપના સદસ્યો નિભાવી રહ્યા છે. જેથી કોંગ્રેસના સભ્યો ગેલમાં આવી ગયા છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના હવાઈ પીલ્લર નજીક રૂપિયા ત્રણ કરોડના ખર્ચે શહેરીજનો માટે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ ગાર્ડન જ્યાં બનાવવામાં આવ્યો હતો તે જગ્યા સરકારી હતી. પાલિકા દ્વારા સરકારની મંજૂરી મેળવ્યા વગર જ ત્રણ કરોડની માતબર રકમ ખર્ચીને બગીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ જિલ્લા કલેકટરે આ બગીચા પર સ્ટે આપી દીધો હતો. બાદમાં આ બગીચો શરૂ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈને કોઈ કારણોસર આ બગીચો શરૂ કરવામાં ન આવતા તાજેતરમાં ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ કાંતિલાલ સોનીની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં આ બે વર્ષથી બંધ
પડેલા આ બગીચાનું સમારકામ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. સાધારણ સભામાં પાલિકાના તમામ સભ્યોએ આ બાબતે સંમતિ પણ આપી હતી. પરંતુ સાધારણ સભામાં લેવાયેલા આ નિર્ણયને એક મહિનો વીતી ગયો હોવા છતાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા સોમવારે ભાજપના આઠ સદસ્યો જ
પાલિકા કચેરીમાં ધરણાં પર ઉતરી ગયા હતા. ડીસામાં ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલા નાનાજી દેશમુખ ગાર્ડનને ફરી શરૂ કરવા માટેની માંગ કરી હતી.
વર્તમાન સમયમાં ડીસા નગરપાલિકાથી માંડી ભારત સરકારમાં સત્તા પર આરૂઢ ભારતીય જનતા પાર્ટી છે. તેમ છતાં ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્યોને આ રીતે વિરોધ પ્રદર્શન કરવું પડી રહ્યુ છે. જે ભાજપ માટે ખૂબ શરમજનક બાબત છે. ભાજપ વિરુદ્ધ ભાજપના યુદ્ધ વિશે ધરણાં પાર બેઠેલા ભાજપના સદસ્યો તેમનો વિરોધ ચીફ ઓફિસર સામે હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ડીસા નગર
પાલિકાના ચીફ ઓફિસરે આ વિવાદિત ગાર્ડનના ઉપયોગ કરવા પર કલેકટર દ્વારા જ સ્ટે આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મહિલા કોર્પોરેટરોના પતિઓ ધરણાં પર ઉતર્યા
મનાઈ હુકમના કારણે બંધ રહેલા બાગને ખુલ્લો મુકાવવા માટે ધરણા પર બેઠેલા કોર્પોરેટર સાથે કેટલાક મહિલા કોર્પોરેટરના
પતિઓ પણ જોડાયા છે. કેટલાક મહિલા સદસ્યના બદલે તેમના પતિ પાલિકામાં  વહીવટ કરે છે તેમજ સોમવારે ધરણા પર પણ કેટલાક મહિલા સદસ્યના પતિ જોવા મળ્યા હતા. ત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારના શુભ આશયની સદસ્યોને મન કોઈ સ્થાન ન હોવાની પ્રતિતી થઈ રહી છે.

 મનાઈ હુકમ છતાં દિવ્યા ચૌધરીનો ટીકટોક  વિડીયો કેવી રીતે શુટ થયો?
ડીસાનો વિવાદિત બગીચો શરૂ થયો ત્યારથી આજદિન સુધી વિવાદમાં રહ્યો છે. જેમાં બાગને ખુલ્લો મુકવા સામે ડીસા નાયબ કલેક્ટરે મનાઈ હુકમ આપેલો છે. ત્યારે ઉત્તર ગુજરાતની ગાયિકા દિવ્યા ચૌધરીનો ટીકટોક વિડીયો શુટ થયો હતો. મનાઈ હુકમ હોવા છતાં વિડીયો કેવી રીતે ઉતારાયો? કોની મંજૂરી લેવાઈ હતી ? અને મંજૂરી લીધી હોય તો કોને આપી ? જો વિડીયો માટે મંજૂરી મળતી હોય તો શહેરના નાગરિકોને બાગમાં શા માટે પ્રવેશબંધી ? જો ગેરકાયદેસર રીતે વિડીયો ઉતાર્યો હોય તો તંત્ર કાયદેસરની કાર્યવાહી કેમ કરતું નથી ? આ શૂટિંગ માટે બાગમાં લઈ જનાર અને ફોટો પડાવનારા ભાજપના નેતા કે કાર્યકરો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

બે વર્ષથી કલેક્ટરનો મનાઇ હુકમ છે
બનાસકાંઠા જિલ્લા કલેકટરની સુચના મુજબ ડીસા નાયબ કલેક્ટરે તારીખ ૧૯ મે, ૨૦૧૮ ના રોજ નાનાજી દેશમુખ બગીચામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા સામે મનાઈ હુકમ આપેલો છે. આ જગ્યા ડીસાના સીટ નંબર ૪૨, સિટી સરવે નંબર ૪૮૩૨
પૈકીની સરકારી પડતર જમીનમાં વગર પરવાનગીએ બગીચો, રોડ, શેડ અને મુતરડી બનાવવામાં આવી હતી. હાલ પાલિકામાં
ભાજપનું શાસન છે. જ્યારે રાજ્ય સરકાર પણ ભાજપની છે છતાં બે વર્ષ પછી પણ પાલિકા આ વિવાદ હજુ ઉકેલી શકી નથી.

 નાગરિકોના મનમાં ઉઠતા સવાલ
બે વર્ષ સુધી કોર્પોરેટરો બાગના પ્રશ્નને લઈ કેમ ચૂપ રહ્યા?
પાલિકામાં બે વર્ષ દરમિયાન સાત જેટલા જનરલ બોર્ડ મળ્યા છતાં કોઈ સદસ્યએ બાગ માટે કેમ પ્રશ્ન ન ઉઠા
હવે પાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે જ કોર્પોરેટરોને ધરણાં કરવાનું યાદ આવ્યું ?વ્યો?


Download Our B K News Today App



Related News