ભૂંગળાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત, કોન્ટ્રાકટર કમાવામાં મસ્ત અને કોર્પોરેટરો પોતાનામાં મસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:28:12
  • Views : 518
  • Modified Date : 2020-08-07 11:28:12

ગાંધીનગર મહાનગર
પાલિકા તથા સ્માર્ટસિટી હેઠળ ગાંધીનગર શહેરમાં સ્માર્ટ વોટર લાઈન (ભૂંગળાની
પાણી લાઈન) નાંખવાની તૈયારી આરંભી છે. ત્યારે હમણાં જ આખેઆખી ગાડી સેક્ટર-૧૩ ખાતે ફસાઈ ગઈ હતી અને ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી. તેમજ દરેક સેક્ટરોમાં દે ઠોક ખોદીને જતા રહેતા અને પુરાણ પણ વ્યવસ્થિત ન કરતા પ્રજામાં આક્રોશ વધતો જાય છે.
વોર્ડ-૭ ની આખી પેનલ કોંગ્રેસની ચુંટાઈ આવી છે. ત્યારે કોંગ્રેસના નગરસેવકો આ સ્ટ્રોમવોટર લાઈન એટલે ભુંગળા વોટર લાઈનથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ હોવા છતાં અને અખબારોમાં આવવા છતાં કોઈ કોંગ્રેસના નગરસેવકો વોર્ડ-૭ ના ડોકાયા નથી. સેક્ટર-૫ ખાતે રીંગ રોડ
પરના મકાનો આ ભુંગળાની લાઈન નાંખતા જોખમરૂપ બન્યા છે. ત્યારે ટેકનિકલ જોવા જઈએ તો ખરેખર જે મકાનધારકો છે તે મકાનોને અઢીથી ત્રણ ઈંચ ખોદીને મકાનનો પાયો નાંખવામાં આવ્યો છે. ત્યારે હવે ભુંગળા વોટરલાઈનમાં ૭ ફૂટથી વધારે ખોદાતા અને ખોદ્યા બાદ વ્યવસ્થિત પુરાણ ન કરતા અધૂરા કામ મૂકીને જતા રહેતા કોન્ટ્રાક્ટરો સામે હવે પ્રજાએ પણ વિરોધની ઝુંબેશ ઉપાડી છે. પ્રજામાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. બુધવારે પહેલા વરસાદ અને અગાઉ ત્રણ દિવસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા ગમે તેમ દે ઠોક પુરાણ કરીને જતા રહેતા વસાહતીઓને સમસ્યાનો પાર નથી. ત્યાં બુધવારના રોજ વરસાદ પડતા તમામ રોડ રસ્તાનું પાણી આ ભુંગળાની જે લાઈનો નાંખવામાં આવી છે એમાં જમા થતા વસાહતીઓના જે રીંગ રોડ પરના મકાનો છે તે જોખમી બની ગયા છે. ગમે ત્યારે ભુવા પડે તેવી શક્યતાઓ તો છે જ પરંતુ હવે ભુવા કરતા મોટું ગાબડું પડે તેવી શક્યતાઓ વધારે સેવાઈ રહી છે. ત્યારે બુધવારે પડેલા વરસાદથી વસાહતિઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. કારણ કે તમામ પાણી ભુંગળાની લાઈનમાં ભરાતા મકાનની સલામતીની ચિંતા હવે વસાહતીઓને કોરી ખાય છે.
અગાઉ આ વોર્ડ ભાજપનો કેસરીયો વોર્ડ ગણાતો હતો
પણ ઉચ્ચ કક્ષાએ પ્રદેશ લેવલથી રાકેશ પટેલ, શંકર ચૌધરી, પરાગીબેન પંડ્યા, દર્શના અડાલજાની આખેઆખી પેનલ ચુંટાઈને આવી હતી. પણ આમાંથી ૩ ઉમેદવારોની ટિકીટ કાપી દેતા આખો વોર્ડ ભાજપે ગુમાવ્યો હતો. રાકેશ પટેલ અને શંકર ચૌધરી, પરાગી પંડ્યાની
પક્કડ આ વોર્ડમાં સારામાં સારી હતી. વોર્ડમાં કામો પણ થતા હતા ત્યારે ટિકીટ કાપવાના કારણે પ્રજામાં પણ ઉહાપોહ મચી ગયો છે. જેથી સ્થાનિક અને ખાસ વોર્ડના સભ્યોને ચુંટાઈ લાવવા કોંગ્રેસ પર મહોર મારીને આખે આખી પેનલ વોર્ડ-૭ માં આવી હતી. વસાહતિઓ દ્વારા પોતાના સ્વખર્ચે જે પેવર બ્લોક નાંખવામાં આવ્યા હતા તે જમીન દોસ્ત થઈ ગયા છે. ત્યારે અમુક જગ્યાએ જે નક્શા મુજબ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની હતી તેમાં વ્હાલા દવલાની નીતિના કારણે ઘણી જ જગ્યાએ હવે વળાંક આપી દેવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ઘર્ષણ થવાના અનેક બનાવો બન્યા છે. સેક્ટર-૫ બી ખાતેથી લઈને અત્યારે તમામ જગ્યાએ કામગીરી ચાલી રહી છે ત્યારે આ વોર્ડ-૭ કોંગ્રેસના સભ્યો આખેઆખી પેનલના ચુંટાઈને આવી છે. ત્યારે અઠવાડિયાથી અખબારોમાં સમાચાર પ્રસિધ્ધ થવા છતાં તથા પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની જગ્યાએ કોઈ નગરસેવક હજુ સુધી ડોકાયા નથી.
ચુંટણી આડે માંડ હવે ૬ મહિના પણ નથી ત્યારે કામ નહીં કરો તો જે ભાજપને આખે આખી પેનલ જીતાડીને મોકલી હતી અને બીજી ટર્મમાં ઘર ભેગી કરી દીધી હતી. તે હવે કોંગ્રેસનો વારો ન આવે તેની કેર રાખવાની જરૂર છે. ત્યારે હાલ એક નગરસેવક કોર્ટમાં નોટરીનું લાયસન્સ હોવાથી સિક્કા મારવામાં વ્યસ્ત છે. બીજા મહિલા નગરસેવક વૃક્ષારોપણમાં વ્યસ્ત થઈ ગયા છે. ત્યારે ત્રીજા નગરસેવક જયરાજસિંહ સામાન્ય સભામાં બુમ બરાડા પાડે છે પણ ૭ દિવસથી જે વોર્ડ-૭ અને સેક્ટર-૫ બી માં વસાહતિઓ ભુંગળાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યાં હજી સુધી ડોકાયા પણ નથી.
કોંગ્રેસની આખી પેનલ ચૂંટાઈ આવી છતાં નગરસેવકો પ્રજાનો અવાજ બનતા નથી. ચૂંટણીઓ નજીક આવી રહી છે પ્રજા જાકારો આપે તે પહેલાં નગરસેવકોએ પ્રજાની સમસ્યાઓનું સમાધાન કરવું પડે તેમ વોર્ડ નં. ૭ માં જે સમસ્યા ભૂંગળા કાંડને લીધે ઉભી થઈ છે તેવું આખા ગાંધીનગરમાં છે. થોડા દિવસો પેહલા સેકટર-૧૩ માં ભુવામાં આખી ગાડી ફસાઈ ગઈ હતી. જેમાં કોઈ જાનહાની થઈ નહોતી તેના કારણે મીડિયામાં બહુ ચગ્યું નહતું. મીડિયામાં ના આવે એટલે સમસ્યા ગમભીર નથી એવું નથી. ભૂંગળા નાખવામાં કોન્ટ્રાક્ટર ભૂંગળુ નાખવાંની નીચે સીમેન્ટ અને પથ્થરનું મિશ્રણ જે કોન્ટ્રાકટની ભાષામાં WLL fu PCC કહેતા હોય છે. જેના કારણે ભૂંગળુ યોગ્ય જગ્યાએ જ પડી રહે પરંતુ
પૈસા કામવાવાની લ્હાયમાં ભૂંગળા યોગ્ય રીતે બેસાડવામાં આવતા નથી જેથી સમયાંતરે ભુવા પડતા હોય છે. તેવું એક અનુભવી કોન્ટ્રાકટરે નામ ના આપવાની શરતે વાત કરી હતી. જોકે આ ભૂંગળા નાખવાના ટેન્ડરમાં આ શરત છે કે નહીં તે બી.કે.ન્યૂઝ દૈનિક ખાત્રી ના કરી શકવાના કારણે આ વાતનો દાવો કરી શકતા નથી. પણ હા, એટલું જરૂર કહી શકીએ કે આવી રીતે ભૂંગળા ફિટ કરાય તો ભુવા કે લિકેજિંગ થવાની શક્યતાઓ ઓછી થાય. રહી રાજકારણની વાત તો કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજાના અવાજ બની કોર્પોરેશનમાં રજૂઆતમાં માત્ર અરજી કે કમિશનરને કાગળ લખે એટલે પતી ના જાય.

Download Our B K News Today App



Related News