પેથાપુરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો આજે સફાઈ કર્મચારી અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બેઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 11:00:59
  • Views : 250
  • Modified Date : 2021-03-17 11:00:59

છેલ્લા બે દિવસથી ગાંધીનગર મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ દ્વારા તેમના સામે થતા શોષણના વિરોધમાં હડતાલ રાખવામાં આવી હતી.૩૧ સફાઈ કામદારો દ્વારા હડતાલ રખાતા સત્તાધીશો અને એજન્સી દોડતા થઇ ગયા હતા. જેને લઇ આજે મહાનગર
પાલિકામાં હડતાલ કર્મચારીઓ અને પાલિકા વચ્ચે મિટિંગ યોજાશે.
સમગ્ર સફાઈ કર્મચારી દ્વારા ગાંધીનગરના દરેક વોર્ડમાં કામ બંધ રાખવામાં આવ્યો હતો તેમજ પેથાપુરમાં સફાઈ કામદારો વિફરતા રસ્તા ઉપર કચરો ફેંકી દેવામાં આવ્યો હતો.  સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું જ્યારે બીજી બાજુ સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન જ પેથાપુરમાં જ્યાં-ત્યાં કચરો પડ્યો હતો જાેકે સફાઈ કર્મચારીઓને  આશ્વાસન આપતા બપોર બાદ મામલો થાળે પડ્યો હતો
ઔપચારિક થયેલી વાતચીત સાથે કર્મચારીઓએ બપોર બાદ હડતાલ સમેટી નાખી હતી જ્યારે આજે કોર્પોરેશનના અધિકારીઓને સાથે કર્મચારીઓ વચ્ચે બેઠક યોજાશે અને તેમની માંગો અંગે ર્નિણય લેવામાં આવશે. અગાઉ પણ
પેથાપુર નગરપાલિકા કાયમી કરવાનો ઠરાવ પણ કર્યો હતો. પરંતુ હજી સુધી આ કર્મચારીઓને સફાઈ એજન્સી હેઠળ મૂકી દેવામાં આવ્યા છે. તેમજ તેમના પગારમાં કટકીની ફરિયાદો અને પગાર સમયસર ન મળવાની ફરિયાદો પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News