ડેન્ગ્યુ-મેલેરિયાના કેસો વધતાં કોર્પોરેશને ૧૭૯ સાઇટ્‌સને નોટિસ ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-20 12:07:53
  • Views : 256
  • Modified Date : 2021-08-20 12:07:53

     ગાંધીનગરમાં ચોમાસા દરમિયાન મચ્છર જન્ય રોગોથી થતા રોગોમાં ડેન્ગ્યુના ૫૪ અને મલેરિયાના ૬૫ કેસો,  ચિકન ગુનિયાના ૯ કેસો અત્યાર સુધી નોંધાયા છે. જિલ્લામાં આગામી દિવસોમાં વાયરલ રોગો વધી શકવાની ડોક્ટર્સ દ્વારા સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા જાન્યુઆરી મહિનાથી હેલ્થ સર્વેની કામગીરી ચાલી રહી છે.  ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા ૭ થી વધુ મહિનાથી હેલ્થને લગતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના અને મલેરિયાના મળી ૧૧૯ કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત વાયરલ તાવના કેસો પણ દર મહિને ૧૦૦૦થી ૧,૫૦૦ જેટલા નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારની ૧૭૯ જેટલી સાઇટ્‌સ પર ખુલ્લા પાણી રહેતા નોટિસ આપવામાં આવી છે.અત્યાર સુધી ૩૩,૦૦૦ લોકોના સેમ્પલ લેવાયા કોર્પોરેશનના મેડિકલ હેલ્થ કમિશનર કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું  કે, "અત્યાર સુધી ૩૩,૦૦૦ લોકોના સેમ્પલ લેવાયા છે. અત્યારે પણ કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને જૂન અને જુલાઈમાં ચોમાસા દરમિયાન તાવને લગતા કેસો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. આ સાથે સામાન્ય તાવ અને વાયરલ, ટાઈફોડના કેસો પણ સિવિલમાં નોંધાઈ રહ્યા છે.

સિવિલમાં ટાઇફોઇડના એક જ સપ્તાહમાં ૧૨ કેસો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના એક જ સપ્તાહમાં ૧૨ કેસો આ સિઝનમાં નોંધાયા હતા. તેમજ ઝેરી મેલેરિયાના એક જ સપ્તાહમાં ૪ કેસો સિવિલમાં નોંધાયા હતા. સામાન્ય રીતે નવરાત્રિમાં ચિકનગુનિયાના કેસો નોંધાતા હોય છે, પરંતુ આ વખતે બિમારીના લક્ષણો વહેલા જાેવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News