સુંઢા ગામે લોકોને ક્વોરોન્ટાઇન કરવાને લઈ થયો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 11:42:01
  • Views : 1421
  • Modified Date : 2020-05-13 11:42:01

પાલનપુર તાલુકાના સુંઢા ગામના મુસ્લિમ સમાજના લોકો કામ-ધંધાર્થે અમદાવાદ ખાતે રહે છે. ત્યારે વહેલી સવારે પોતાના વતન સુંઢા ગામે આવી પહોંચતા ગામના સરપંચ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. પરંતુ મોડે નવ વાગ્યાની આસપાસ ક્વોરોન્ટાઇન કરેલા લોકોને તેમના પરિવારજનો મળવા ગયા હોવાના આક્ષેપો સાથે કેટલાક ગ્રામજનોએ ગામમાં હોબાળો મચાવતા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ,
પંચાયતના સભ્યો,  તાલુકા હેલ્થ ઓફિસર સહિત સામઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીયો  તાત્કાલિક દોડી આવી બહારથી આવેલ તમામ લોકોનું સ્ક્રીનિંગ કરી હાઈસ્કૂલની અંદર રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જયારે ગામ લોકોને પણ ક્વોરોન્ટાઇન રહેલા લોકોની મુલાકાત ના લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તો બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા ગાડીમાં લાઉડ સ્પીકર લગાવી ગામ લોકોને ગરની બહાર ના નીકળવા સૂચનાઓ આપવામાં આવી હતી. તો ગામના ડેપ્યુટી સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બહારથી આવેલા તમામ લોકોને હાઈસ્કૂલમાં રહેવાની તમામ સગવડો કરી દેવામાં આવી છે. સામઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મ.પ.હે.વ. વિજય સાણોદરીયાએ જણાવ્યું હતું કે તમામ લોકોનું સ્વાસ્થ્ય સારૂ છે અને તપાસમાં કોઈપણ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો
પણ જોવા મળ્યા નથી. ત્યારે અમદાવાદ જેવા કોરોના હોટસ્પોટ વિસ્તારમાંથી ૧૪ જેટલા લોકો ગામમાં આવતા ગામમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News