વડગામ તાલુકાના ફતેગઢ ગામે બહાર જમાતમાંથી આવેલા ૪૦ લોકોને કરાયા ક્વોરોન્ટાઈન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-10 12:10:12
  • Views : 1878
  • Modified Date : 2020-05-10 12:10:12

ભારતમાં કોરોનાએ કોહરામ મચાવી રાખ્યો છે ત્યારે બનાસકાંઠાને રેડ ઝોન જાહેર કરેલ છે. જેના ભાગરૂપે બનાસકાંઠામાં બહારથી આવતા લોકો પર તંત્રની બાજ નજર છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં બહારથી આવેલા તમામ લોકોને ક્વોરોન્ટાઈન  કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોનું સ્ક્રેનિંગ કરવામાં આવી આવનાર લોકોના આરોગ્યની તપાસ કરવાની કામગીરી ચાલુ કરેલ છે. જેમાં વડગામ તાલુકાના ફતેગઢ ગામે કર્ણાટક અને આંધ્રપ્રદેશથી આવેલા ૪૦ જમાતીઓને ફતેગઢ મદ્રેસામાં ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા  છે.  તેમની મેડિકલ તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા આ જગ્યા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી આ ક્વોરોન્ટાઈન કરેલ લોકો ગામમાં બહાર ન નીકળે એવી લોક માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News