અમીરગઢમાં બહારથી આવેલા લોકોને ગામની જ શાળામાં ક્વોરોન્ટાઇન કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 12:07:50
  • Views : 1169
  • Modified Date : 2020-05-08 12:07:50

અમીરગઢ તાલુકામાં  બહારથી આવેલા વ્યક્તિને ગામની સુરક્ષાને લઈ સ્કૂલોમાં રહેવા માટેની સગવડ સાથે સૂચના આપવામાં આવી છે. જ્યારે ઇકબાલગઢ પંચાયત દ્વારા બહારના લોકોને નો એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે.
અમીરગઢ  તાલુકામાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા કોરોના  હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા તેમજ જિલ્લા બહારથી અમીરગઢમાં
આવેલા લોકોને જેતે ગામની સ્કૂલોમાં ક્વોરોન્ટાઈન રહેવા માટેની સૂચના સાથે જેતે પંચાયત તેમજ અન્ય બનાવેલી કમિટિઓને આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લામાં સંક્રમણના લીધે કોરોનાનો ચિંતાજનક કેસોમાં વધારો થઈ રહ્યો હોવાથી ઉચ્ચ કક્ષાએથી મળતા આદેશ મુજબ સતર્કતા દાખવી કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ઇકબાલગઢ પંચાયત દ્વારા ગામની સુરક્ષાને ધ્યાનમાં લઇ ગામમાં બહારથી આવતા લોકોની નો એન્ટ્રી કરાઈ હોવાની લાઉડ સ્પીકર સાથે  જનતામાં જાહેર કરાયુ હતું.


Download Our B K News Today App



Related News