કોરોનાવાઇરસ અપડેટ : 2021માં એક જ દિવસમાં નોંધાયા 300 મોત, 4.85 લાખથી વધારે એક્ટિવ કેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 12:40:39
  • Views : 283
  • Modified Date : 2021-03-28 12:40:39

એક વેબસાઇટના આંકડા અનુસાર ભારતમાં શુ્ક્રવારે 62,608 કેસ નોંધાયા છે. વીતેલા દિવસોની તુલનામાં થોડા વધારે છે. ગુરુવારે કોરોનાના 62,336 કેસ નોંધાયા હતા. જ્યારે 15 ઓક્ટોબર બાદ સૌથી વધારે વૃધ્ધિ થઇ હતી. જ્યારે છત્તીસગઢ મહારાષ્ટ્રા અને પંજાબ આ ત્રણ રાજ્યોમાં માર્ચ મહીનામાં કોરોનાએ તેજી પકડી અને એક દિવસમાં 3,000થી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. રિપોર્ટનું માનીએ તે ગયા 10 દિવસમાં કોરોનાના કેસમાં બે ગણો વધારો થયો છે. પાછલી 17 માર્ચે કોરોનાના 27,004 કેસ નોંધાયા હતા. જ્યારે દસ દિવસ બાદ 27 માર્ચે 24 કલાકમાં 53,198 લોકો સંક્રમિત થયા હતા.

આ સિવાય મહારાષ્ટ્રમાં અત્યારે પણ કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 312 મોતમાંથી અડધા મોત મહારાષ્ટ્ર રાજ્યામાં જ નોંધાયા છે. જ્યારે પંજાબમાં 46 મોત અને કેરળમાં 14 અને છત્તીસગઢમાં 13 અને દિલ્લી અને મધ્યપ્રદેશમાં 10 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 35,000થી પણ વધારે કેસ નોંધાયા છે. જો કે શુક્રવારે નોંધાયેલા કેસની તુલનામાં આ સંખ્યા થોડી ઓછી છે.બીજ તરફ દેશભરમાં રસીકરણ અભિયાન ઝડપ પકડી રહ્યું છે. 16  જાન્યુઆરીએ કોરોના રસી આપવાની શરુઆત થઇ હતી. 27 માર્ચ સુધી દેશભરમાં 6 કરોડ 2 લાખ 69 હજાર 782 કોરોનાના ડોઝ અપાઇ ચૂક્યા છે.  પાછલા દિવસોમાં 21 લાખ 54 હજાર 170 લોકોનું રસીકરણ થયું છે. વેક્સિનનો બીજો ડોઝ આપવનું અભિયાન 13 ફેબ્રુઆરીથી શરુ થયું હતું. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.35 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકા છે. એક્ટિવ કેસ 3.80 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલામાં દુનિયામાં ભારત છઠ્ઠા સ્થાન પર છે.


Download Our B K News Today App



Related News