ડીસામાં લાંબા વિરામ બાદ ફરી કોરોનાવાયરસની એન્ટ્રી : સિંધી કોલોની વિસ્તારમાં કોરોના કેસ નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 18:16:03
  • Views : 419
  • Modified Date : 2022-06-10 18:16:03

 

લાંબા વિરામ બાદ ફરી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ની એન્ટ્રી થતા લોકોમાં ભય...

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ સિંધી કોલોની વિસ્તારમાં એક 18 વર્ષીય યુવક મુંબઈ થી ડીસા આવ્યો હતો અને તેને  કોરોના શંકાસ્પદ રિપોર્ટ કરાવતા આજે કોરોના પોઝિટિવ આવતા સિંધીકોલોની વિસ્તારમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે..

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં કોરોના ના એક પછી એક કે શું સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના ના કેસ માં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ફરી ગુરુનો એક પોઝિટિવ કેસ સામે આવે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ સિંધી કોલોની વિસ્તારમાં રહેતા એક 18 વર્ષીય યુવક યસ જગદીશભાઈ ત્રિવેદી મુંબઈ થી પોતાના ઘરે ડીસા સિંધી કોલોની ખાતે આવ્યો હતો.અને તેને ડીસા સિવિલ ખાતે કોરોના શંકાસ્પદ રિપોર્ટ કરાવ્યો હતો. અને તે રિપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. અને કોરોના પોઝિટિવ દર્દી ના ઘરે આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે પરંતુ ફરી બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની એન્ટ્રી થતા લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે..

Download Our B K News Today App



Related News