MP-મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોથી દિલ્હી જતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ જરૂરી, નવો નિયમ 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લાગુ રહેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 11:53:16
  • Views : 258
  • Modified Date : 2021-02-24 11:53:16

    દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર એલર્ટ થઈ ગઈ છે. હવે 5 રાજ્યોથી દિલ્હી આવતા લોકોએ તેમનો કોરોના નેગેટિવ રિપોર્ટ લઈને આવવું જરૂરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબથી દિલ્હી આવતા લોકોએ નેગેટિવ RT-PCR દેખાડશો તો જ દિલ્હીમાં એન્ટ્રી મળશે. નિયમ 27 ફેબ્રુઆરથી 15 માર્ચ સુધી લાગુ થશે.

    દેશમા કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. મંગળવારે 11 રાજ્યોમાં રિકવરી કરતાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ હતી. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 6,218 સંક્રમિત નોંધાયા હતા. મહારાષ્ટ્રના હવે દરેક 36 જિલ્લાઓમાં કોરોનાએ સ્પીડ પકડી છે. અહીં રોજ મળતાં કેસોમાં ખૂબ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સૌથી વધારે પુણે, મુંબઈ,થાણે, નાગપુર, અમરાવતી જેવા જિલ્લામાં નવા કેસની સંખ્યા વધી રહી છે.


    મહારાષ્ટ્ર સિવાય ગુજરાતના 4 જિલ્લામાં પણ કેસ વધી રહ્યા છે. તેમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સામેલ છે. મધ્ય પ્રદેશના 3 જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેમાં ઈન્દોર, ભોપાલ અને બૈતૂલ સામેલ છે. આમ, હવે દેશના 122 જિલ્લા છે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દેશમાં મંગળવારે 13,462 નવા દર્દી નોંધાયા છે. 13,659 લોકો રિકવર થયા છે અને 100 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 1 કરોડ 10 લાખથી વધારે લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 7 લાખ લોકો ઠીક થયા છે, જ્યારે 1,56,598 દર્દીઓના મોત થયા છે. 1,44,027 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

    કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 12 રાજ્યોમાં 75 ટકાથી વધારે હેલ્થકેર વર્કર્સને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 19 લાખ 7 હજાર 391 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંથી 64 લાખ 71 હજાર 47 હેલ્થકેર વર્કર્સને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 13 લાખ 21 હજાર 635 હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. પહેલાં ફેઝમાં 16 જાન્યુઆરીએ હેલ્થકેર વર્કર્સને વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
            
     જ્યારે દેશમાં રજિસ્ટર્ડ ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 41.7% એટલે કે 41 લાખ 14 હજાર 710 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. બીજા ફેઝમાં 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટ વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વેક્સિનેશનના 39 દિવસ પછી એટલે કે મંગળવાર સાંજ સુધીમાં 1.61 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. 98,382ને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 63,458 હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન 8,557 સેશન્સ આયોજિત કરવામાં આવ્યા છે.

    કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે, દેશના 3 રાજ્યોમાં કોરોનાના 2 નવા વેરિયેન્ટ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરણ અને તેલંગાણામાં કોરોનાના બે મ્યૂટેટેડ વેરિએન્ટ N44OK અને E484K મળ્યા છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જણાવ્યું કે, દેશમાં હાલ આ વાઈરસના કારણે જ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવા કોઈ પુરાવા નથી મળ્યા. મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, દેશમાં સાઉથ આફ્રિકી સ્ટ્રેનના વધુ બે કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધી 6 લોકો આ સ્ટ્રેનના કારણે સંક્રમિત થયા છે. જ્યારે UK વેરિએન્ટમાં અત્યાર સુધી 187 કેસ નવા સામે આવ્યા છે. એક વ્યક્તિમાં બ્રાઝિલવાળા સ્ટ્રેનનો ખુલાસો થયો છે.

    મહારાષ્ટ્રના મંત્રી સંજય રાઠોડનો એખ વીડિયો સામે આવ્યો છે. તેમાં કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા વાશિમ જિલ્લાના એક મંદિરમાં હજારો સમર્થકો સાથે જતા જોવા મળ્યા છે. મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યો નહતો. વીડિયો વાઈરલ થયા પછી મહારાષ્ટ્ર સરકાર ભાજપના નિશાને આવી ગઈ હતી. ભાજપે મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.બીજી બાજુ દેશમાં કોરોનાના વધતા કેસની સમીક્ષા કરતાં પીએમઓએ બેઠક બોલાવી છે. બેઠકમાં કોરોનાના મ્યૂટેડ સ્ટ્રેન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશ અને વિદેશમાં શરૂ થયેલા કોરોનાના નવા સ્ટ્રેન ઝડપથી ફેલાઈ શકે છે. આ સ્ટ્રેન દેશમાં વધતાં સંક્રમણ માટે જવાબદાર હોઈ શકે છે.


Download Our B K News Today App



Related News