24 કલાકમાં 18 રાજ્યોમાં સાજા થનાર કરતા નવા દર્દીઓની સંખ્યા વધારે, આજે કેજરીવાલે પણ લીધી વેક્સિન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 14:41:48
  • Views : 233
  • Modified Date : 2021-03-04 14:41:48

    દેશમાં વેક્સિનેશનની સાથે સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર 18 રાજ્યોમાં સાજા થનાર કરતાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં નવા દર્દીઓ નોંધાયા છે. 18 ઓક્ટોબર પછી આવું પહેલીવાર થયું છે જ્યારે એક દિવસમાં 9,000થી વધારે એક્ટિવ દર્દીઓ નોંધાયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 9,855 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6,559 લોકો સાજા થયા છે અને 42 લોકોના મોત થયા છે.

    બુધવારે દેશમાં 17,425 કોરોના દર્દીઓ નોંધાયા છે. 14,071 લોકો સાજા થયા છે અને 87 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1.11 કરોડ લોકોને સંક્રમણ થઈ ગયું છે. તેમાંથી 1.57 લાક દર્દીઓના મોત થયા છે. 1.70 લાખ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. આ રીતે બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 3,260નો વધારો નોંધાયો છે.

    કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 1 કરોડ 54 લાખ 61 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 67.75 લાખ હેલ્થ વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 28.25 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. આ રીતે 57.62 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 3,277 લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ગંભીર બીમારી વાળા 45થી 60 વર્ષના 1.04 લાખ અને 60 વર્ષથી વધુ ઉંમરના 8.44 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.


    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સવારે કોરોના વેક્સિન લીધી છે. તેમને દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 52 વર્ષના કેજરીવાલ 10 વર્ષથી ડાયાબિટીઝની સારવાર લઈ રહ્યા છે. તેમના પેરેન્ટ્સને પણ વેક્સિન આપવામાં આવી છે. દરેકને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી છે.

* કોરોના અપડેટ્સ
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દિલ્હીની RR હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. તેમની સાથે તેમની દીકરી પણ હાજર હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પર તેની માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ દરેક સ્વાસ્થય કર્મીઓ, ડોક્ટર્સ અને નર્સનો પણ આભાર માન્યો છે.
- વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવા લોકોની ભીડ ભેગી થઈ છે. નાગપુરથી પણ અમુક આવી તસવીરો સામે આવી છે. અહીં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિનેશશન સેન્ટર પર લાઈનમાં દેખાય છે. અમુક લોકોએ પહેલેથી રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું જ્યારે અમુક લોકો રજિસ્ટ્રેશન કરાવવા માટે ઉભા હતા.
- દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવ રેટ એટલે કે દર્દીઓની સંખ્યામાં 5 ટકા કરતા વધારે છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 13.2 ટકા પોઝિટિવ રેટ છે. આ સિવાય ગોવામાં 11.1 ટકા, નાગાલેન્ડમાં 9.3 ટકા અને કેરળમાં 9.2 ટકાની સ્પીડથી નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે.


- ડેથ રેટમાં પંજાબ સૌથી આગળ છે. અહીં દર 100 કોરોના દર્દીઓમાં સરેરાશ 3 લોકોના મોત થાય છે. મરણ રેશિયો અહીં દેશમાં સૌથી વધારે 3.2 ટકા છે. બીજા નંબરે મહારાષ્ટ્રમાં 2.4 ટકાની ઝડપથી લોકો જીવ ગુમાવી રહ્યા છે. સિક્કિમમાં 2.2 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.8 ટકા ડેથ રેટ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
- કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યામાં એક રાહતના સમાચાર છે. દેશમાં 5 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવા પણ છે જ્યાં 99 ટકાથી વધારે દર્દીઓ સાજા થઈ રહ્યા છે. તેમાં બિહાર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ છે. સૌથી વધારે 99.7 ટકા દર્દીઓ અરુણાચલ પ્રદેશમાં સાજા થઈ રહ્યા છે.
- હરિયાણાના કરનામાં એક સ્કૂલની હોસ્ટેલમાં 54 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. કરનાલના સિવિલ સર્જન યોગેશ કુમાર શર્માએ મંગળવારે જણાવ્યું કે, અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્ટેલને કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News