આજે સાજા થયેલા દર્દીઓનો આંકડો એક કરોડને પાર થશે, છેલ્લા 5 દિવસમાં 89 હજાર દર્દી વધ્યા, 1.14 લાખ સાજા થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:09:13
  • Views : 256
  • Modified Date : 2021-01-06 12:09:13

    દેશમાં સાજા થનાર કોરોના દર્દીઓનો આંકડો આજે એક કરોડને પાર પહોંચી જશે. મંગળવારે 17 હજાર 909 કોરોના સંક્રમિતોની ઓળખ થઈ, 21 હજાર 161 સાજા થઈ ગયા, જ્યારે 265 લોકોના મોત થયા. એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 3531નો ઘટાડો થયો. હવે 2.24 લાખ એક્ટિવ કેસ વધ્યા છે. અત્યાર સુધી કુલ 1.03 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે, 99.96 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે અને 1.50 લાખ સંક્રમિતોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

    રાજસ્થાનમાં 18 જાન્યુઆરીથી 9માંથી 12માં ધોરણ સુધીની તમામ શાળા ખૂલી જશે. આ ઉપરાંત યૂનિવર્સિટી અને ડિગ્રી કોલેજમાં ફાઈનલ યરના ક્લાસિસ પણ શરૂ થઈ જશે. રાજ્ય સરકારે કોચિંગ ક્લાસ પણ ખોલવાનો આદેશ જાહેર કરી દીધો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે, વેક્સિનેશનના ડ્રાય રનના આધારે જે ડેટા મળ્યો છે, તેના હિસાબથી સરકાર 10 દિવસમાં વેક્સિનેશન શરૂ કરવાની તૈયારીમાં છે. ભૂષણે કહ્યું કે, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે, કારણ કે આ હાઈ પ્રાયોરિટી ગ્રુપમાં છે અને તેમનો ડેટા પહેલાથી Co-WIN વેક્સિન ડિલેવરી મેનેજમેન્ટ સિસ્ટમ પર હાજર છે.આર્મી ચીફ એમએમ નરવણેએ મંગળવારે દિલ્હીમાં કેન્ટોનમેન્ટ સ્થિતિ બેઝ હોસ્પિટલમાં કોવિડ-19 વોરિયર્સની મુલાકાત કરી હતી.

    •     વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવી ચૂકેલી બન્ને કંપનીઓએ મંગળવારે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું. જેમાં સીરમના CEO અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના ચેરમેન ડો. કૃષ્ણા એલ્લાએ કહ્યું કે, આપણી સામે સૌથી મહત્વપૂર્ણ ટાસ્ક છે- દેશ અને દુનિયાના લોકોનો જીવ બચાવવાનો.મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે કહ્યું કે, તેમણે વેક્સિનેશન ડ્રાઈવ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ટોપેએ જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનેશન માટે પુરી તૈયારી છે. કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરતી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે, કોવિ-19 વેક્સિનના એક્સપોર્ટ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી લગાવાયો. આ અંગે મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે.


Download Our B K News Today App



Related News