યૂ.પી.ના ભૂતપુર્વ સી.એમ. મુલાયમસિંહ યાદવ કોરોના સંક્રમિત થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 11:37:58
  • Views : 352
  • Modified Date : 2020-10-15 11:37:58

  ભારતમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો ૯ કરોડને પાર થઈ ગયો છે. દરરોજ દિવસના ૧૦થી ૧૨ લાખ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સૌથી વધુ ૧ લાખથી વધુ ટેસ્ટ ઉત્તરપ્રદેશ અને બિહારમાં કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ કોરોના સંક્રમિત થયા છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તેમના પત્ની સાધના ગુપ્તા પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે આ અંગે પૃષ્ટિ થઈ શકી નથી.   

   મુલાયમસિંહ યાદવને અત્યારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું છે કે અમે સીનિયર ડોક્ટર્સના સંપર્કમાં છીએ. અત્યારે નેતાજીનું સ્વાસ્થ્ય સ્થિર છે. મુલાયમસિંહ યાદવને હાલ ગુરુગ્રામની મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સપા ચીફ અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યુ. તેઓએ લખ્યું, "અમે સીનિયર ડોકટર્સના સંપર્કમાં છીએ. હાલ નેતાજીની તબિયત સ્વસ્થ છે.

  કોરોના પ્રત્યે યુવાનો તથા ઓછી ઉંમરના લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારી ભારે પડી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાકીય માહિતી પ્રમાણે ઓછી ઉંમરના દર્દીઓમાં મૃત્યુની સંખ્યા સતત વધવા લાગી છે. અત્યાર સુધીમાં જીવ ગુમાવનાર લોકો પૈકી ૪૫ ટકા દર્દી ૨૬ થી ૬૦ વર્ષ વચ્ચેના છે. મંત્રાલયે યુવાનોને સાવચેત કર્યા છે. તેમણે કહ્યું છે કે જો તમે એવું વિચારતા હોય કે કોરોના ફક્ત વૃદ્ધ લોકોનો જ જીવ લઈ શકે છે તો આ બાબત ખોટી છે. માટે હવે દરેક ઉંમરના લોકોએ સાવધાન થવાની જરૂર છે. આંકડા પ્રમાણે કુલ થયેલા મૃત્યુ પૈકી સૌથી વધારે ૭૦ ટકા દર્દી પુરુષો હતા, જ્યારે ૩૦ ટકા મહિલાઓ હતી. આ પૈકી ૫૩ ટકા દર્દીની ઉંમર ૬૦ વર્ષથી વધારે હતી.

  દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ૭૩ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં ૭૩ લાખ હજાર ૮૭૦ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી લાખ ૧૨ હજાર ૫૪૮ દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે

Download Our B K News Today App



Related News