મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની શક્યતા, છેલ્લા એક સપ્તાહથી નવા કેસ વધવાની ઝડપ 200 ટકા વધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-19 13:20:51
  • Views : 293
  • Modified Date : 2021-02-19 13:27:21

    મહારાષ્ટ્રે ફરીથી દેશની મુશ્કેલી વધારી દીધી છે. છેલ્લા એક સપ્તાહથી અહીંયા નવા દર્દીઓ મળવાની સ્પીડ 200%થી વધુ થઈ ગઈ છે. આ જ કારણ છે કે 7 દિવસથી સતત એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે રાજ્યમાં રેકોર્ડ 5,427 નવા દર્દી નોંધાયા. 4 ડિસેમ્બર પછી આવું પહેલી વખત થયું છે જ્યારે રાજ્યમાં 5 હજારથી વધુ નવા દર્દી એક દિવસમાં નોંધાયા હોય. રાજ્યમાં અત્યાર સુધી 20 લાખ 81 હજાર 520 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 19 લાખ 87 હજાર 804 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 51 હજાર 669 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 40 હજાર 858 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

    દેશમાં ગુરુવારે કુલ 12,826 નવા દર્દી નોંધાયા. 10,489 સાજા થયા અને 86 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી કોરોનાના 1.09 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાંથી 1.06 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 1.56 લાખ લોકોના મોત થયા છે, જ્યારે 1.36 લાખની સારવાર ચાલી રહી છે.

    દેશમાં વેક્સિન હાંસિલ કરનારનો આંકડો આજે 1 કરોડને પાર થઈ જશે. અત્યાર સુધી 98 લાખથી વધુ હેલ્થ કેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. આટલા લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં 34 દિવસ લાગશે. અત્યાર સુધી 62 લાખથી વધુ હેલ્થ કેર વર્કર્સ અને 31 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સનું વેક્સિનેશન થઈ ચૂક્યુ છે. 4.64 લાખ હેલ્થ કેર વર્કર્સ એવા પણ છે જેમને વેક્સિનનો બીજો ડોઝ પણ લગાવાઈ ચૂક્યોછે.

    ભારત દુનિયાનો પાંચમો દેશ છે જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમેરિકામાં 5 કરોડ, ચીનમાં 4 કરોડ યૂરોપિયન યૂનિયનમાં 2 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આખી દુનિયામાં અત્યાર સુધી 18 કરોડ 84 લાખથી વધુ લોકોને વેક્સિન લગાવાઈ છે. 97 દેશ અને ઉપમહાદ્વીપમાં વેક્સિનેશનની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે.

 મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખતા અમરાવતીમાં દર શનિવાર રાતે 8 વાગ્યાથી સોમવાર સવાર 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.અકોલામાં પણ દર રવિવારે લોકડાઉન રહેશે. સાથે જ યવતમાલમાં પણ પ્રતિબંધમાં વધારો કરાયો છે. અહીંયા તમામ શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેસ્ટોરન્ટ, ફન્ક્શન હોલમાં 50% લોકો જ આવી શકશે. કોઈ પણ જગ્યાએ 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.

    મુંબઈમાં BMCએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના જણાવ્યા પ્રમાણે, જો કોઈ બિલ્ડિંગમા 5 અથવા તેથી વધુ કેસ નોંધાય તો બિલ્ડિંગને સીલ કરી દેવાશે. હોમ ક્વોરન્ટિ કરાયેલા દર્દીના હાથની પાછળ સ્ટેમ્પ લગાવાશે. લોકલ ટ્રેનમાં ફેસ માસ્ક વગર યાત્રા કરનાર પર નજર રાખવા માટે 300 માર્શલની નિમણૂક કરાશે.મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. તેમણે પોતે આ માહિતી આપી છે.

Download Our B K News Today App



Related News