24 કલાકમાં નવા કેસ 11 હજારથી વધીને લગભગ 19 હજાર થયા;ચિંતાની વાત નથી, છત્તીસગઢમાં જૂના કેસ મળતા આવું થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 13:21:09
  • Views : 241
  • Modified Date : 2021-01-29 13:21:09

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 18,910 નવા કેસ વધ્યા. એક દિવસ પહેલા 11,556 કેસ નોંધાયા હતા. જો કે, આ વધારો ચિંતા વધારનાર નથી. છત્તીસગઢમાં છેલ્લા 10 મહિનામાં 6000 દર્દીઓની ફાઈલ ગુમ થઈ ગઈ હતી. બે દિવસ પહેલા મળી હોવાના સમાચાર સામે આવ્યાછે. ત્યારપછી ગુરુવારે રાજ્યમાં આંકડા સાથે 6,451 નવા કેસ નોંધાયા. આ જ કારણે દેશમાં સંક્રમિતોનો આંકડો અચાનક વધી ગયો. છત્તીસગઢમાં એક દિવસ પહેલા 439 કેસ નોંધાયા હતા.દેશમાં ગુરુવારે 20,315 દર્દી સાજા થયા, 162 સંક્રમિતોના મોત થયા.આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 1,573નો ઘટાડો થયો. અત્યાર સુધી કુલ 1.07 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાંથી 1.03 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યાં છે.1.54 લાખ સંક્રમિતોએ મહામારીથી જીવ ગુમાવ્યો છે. હવે 1.69 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

* રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

અહીં ગુરુવારે 199 લોકો કોરોના સંક્રમિત થયા છે. 119 દર્દી સાજા થયા અને છ લોકોના મોત થયા. અત્યાર સુધી 6.34 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 6.22 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10,835 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ 1,575 દર્દી એવા છે, જેની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
અહીં ગુરુવારે 226 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 321 દર્દી સાજા થઈ ચૂક્યાં છે અને ત્રણ લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2.54 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.48 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3,802 દર્દીઓના મોત થયા છે. હાલ 2,955 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં ગુરુવારે 346 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 602 દર્દી સાજા થયા અને બે લોકોના મોત થયા. અત્યાર સુધી 2.60 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.52 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4,384 દર્દીઓના મોત થયા છે. હાલ 3,618 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
અહીં ગુરુવારે 85 લોકો કોરોના સંક્રમિત થયા. 188 દર્દી સાજા થયા અને બે લોકોના મોત થયા. અત્યાર સુધી 3.17 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 3.12 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2,763 દર્દીઓના મોત થયા છે. હાલ 2,559 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
અહીં ગુરુવારે 2,889 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 3,181 દર્દી સાજા થયા અને 50 લોકોના મોત થયા. અત્યાર સુધી 20.18 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 19.23 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 50,944 દર્દીઓના મોત થયા છે. હાલ 43,048 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News