બેંગલુરુમાં એક જ અપાર્ટમેન્ટમાં 103 લોકો પોઝિટિવ, દેશમાં હવે સાઉથ આફ્રિકા-બ્રાઝિલના સ્ટ્રેન મળ્યા; મહારાષ્ટ્રમાં અર્ધ-લોકડાઉનની સ્થિતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 12:05:32
  • Views : 275
  • Modified Date : 2021-02-17 12:05:32

    બેંગલુરુના બોમનહલ્લી વિસ્તારના એસએનએન રાજ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં એકસાથે 103 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોએ અપાર્ટમેન્ટમાં કોઈ પ્રોગ્રામ કર્યો હતો. પછી અમુક લોકોની તબિયત લથડી તો દરેકના ટેસ્ટ કરાયા. પોઝિટિવ મળી આવેલા લોકોમાં 96 લોકોની ઉંમર 60 વર્ષ કરતાં વધુ છે.

    દેશમાં મંગળવારે 11,573 નવા દર્દી નોંધાયા, 11,794 સાજા થયા અને 99 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં 326નો ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 1.09 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1.06 કરોડ સાજા થઈ ચૂક્યા છે. 1.56 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને અટકાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આંદોલન, રેલીઓ અને સભાઓ પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો છે. લગ્ન સમારોહમાં નક્કી સંખ્યામાં જ મહેમાન બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓને એનું સખતાઈથી પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે વિસ્તારમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની પૂરી તૈયારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    દેશમાં કોરોનાના બ્રિટનવાળા સ્ટ્રેન પછી હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલવાળા સ્ટ્રેનના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ સામે આવ્યો હતો, સાથે જ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન વેરિઅન્ટના પણ ચાર કેસ સામે આવ્યા હતા.

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે પુણેની લેબમાં વાઈરસને સફળતાપૂર્વક આઈસોલેટ કરી દેવાયા છે. આ બન્ને વેરિએન્ટ બ્રિટનવાળા સ્ટ્રેન કરતાં અલગ છે. તેમણે જણાવ્યું, દેશમાં UK વેરિએન્ટના હવે 187 દર્દી છે. તમામ ક્વોરન્ટીનમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. અમારી પાસે જે વેક્સિન છે એ આ વેરિઅન્ટ પર કારગર છે.

Download Our B K News Today App



Related News