ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર; સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું- માર્ચમાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:58:19
  • Views : 235
  • Modified Date : 2021-02-06 12:58:19

    દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર થઈ ગયો છે, જેમાં 1 કરોડ 8 લાખ 15 હજાર એટલે કે 5.39% લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે અત્યારસુધી 1 કરોડ 5 લાખ 79 દર્દી સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણથી 1 લાખ 54 હજાર 956 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1 લાખ 45 હજાર 953 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

    આ બધાની વચ્ચે વેક્સિનેશન અંગે સારા સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે વેક્સિનેશનનો ત્રીજો તબક્કો માર્ચમાં શરૂ થઈ જશે. તેમણે લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. મળતી માહિતી પ્રમાણે, ત્રીજા તબક્કાની વેક્સિનેશન પ્રક્રિયા માર્ચના કોઈપણ સપ્તાહમાં શરૂ થઈ શકે છે, જેમાં 50 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને વેક્સિન લગાવાશે. 50 વર્ષથી ઓછી ઉંમરના હાઈ રિસ્કવાળા લોકોને પણ પ્રાયોરિટી મળશે. વેક્સિનેશનના પહેલા અને બીજા તબક્કામાં અત્યારસુધી દેશના 52 લાખ 90 હજારથી વધુ હેલ્થકેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. આ તમામને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ લગાવાશે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની વધુ 7 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, જેમાં 3 વેક્સિન એવી છે જેમની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં 3 કરોડ હેલ્થવર્ક્સને ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે, જેના માટે પીએમ કેર ફંડમાંથી મદદ મળી છે.

    ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે દુનિયાના 22 દેશોમાંથી વેક્સિનની માગ વધી ગઈ છે, જેમાં અફઘાનિસ્તાન, અલજજીરા, બાંગ્લાદેશ, ભુતાન, બ્રાઝિલ, ઈજિપ્ત, કુવૈત, મોરિશિયસ, માલદીવ, મંગોલિયા, સાઉદી અરબ, મ્યાનમાર, નેપાળ, ઓમાન, મોરક્કો, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને UAE જેવા દેશ છે. એમાંથી 15થી વધુ દેશોને 2 ફેબ્રુઆરી સુધી ગ્રાન્ટ તરીકે પર 56 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કોન્ટ્રેક્ટ તરીકે 105 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.

    દેશમાં વેક્સિનેશન શરૂ થયાને 21 દિવસ થઈ ચૂક્યા છે. આ દરમિયાન 52 લાખ 90 હજારથી વધુ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. ભારતે સૌથી ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસિલ કરી છે. 50 લાખ લોકોના વેક્સિનેશનમાં અમેરિકાને 24 દિવસ, બ્રિટનના 43 અને ઈઝરાયેલને 45 દિવસ લાગ્યા હતા. ભારતમાં શુક્રવારે 3,31,029 લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

    યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યા સુધી વેક્સિનેશન બાદ સાઈડ ઈફેક્ટના ઘણા ઓછા કેસ સામે આવ્યા છે. અત્યારસુધી કુલ 27 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.

    મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવી લે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યારસુધી 20,36,002 કેસ થઈ ચૂક્યા છે, જેમાંથી 51,215 લોકોનાં મોત થયાં છે.

    ઉત્તરપ્રદેશ સરકારને 10 ફેબ્રુઆરીએ 6થી 8મા ધોરણની શાળા ખોલવાનો નિર્ણય લેવાયો છે. સરકારે જણાવ્યું છે કે પહેલાથી પાંચમા સુધીની શાળા 1લી માર્ચે ખૂલશે.અમેરિકન કંપની ફાઈઝરે શુક્રવારે કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝની માગ અંગે ભારત સરકારને આપેલી અરજી પાછી લઈ લીધી છે. 3 ફેબ્રુઆરીએ જ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ એનો રિવ્યૂ કર્યો હતો. કમિટીએ કંપની પાસે ટ્રાયલ સાથે જોડાયેલી માહિતી માગી હતી. ત્યાર પછી કંપનીએ એપ્લિકેશન પાછી લેવાનો નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News