આ 91 જિલ્લામાં કોરોનાએ ફરી વેગ પકડ્યો; સૌથી વધુ મહારાષ્ટ્રના 34 જિલ્લા પ્રભાવિત, અહીં નવા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 12:44:39
  • Views : 241
  • Modified Date : 2021-02-22 12:44:39

    દેશમાં કોરોના વાઈરસે ફરીથી જોર પકડ્યું છે. 91 જિલ્લામાં દર્દી મળવાની ગતિ વધી રહી છે, જેમાં 34 જિલ્લા મહારાષ્ટ્રના જ છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. અહીં છેલ્લા અમુક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા સાજા થનારા દર્દીઓ કરતાં વધુ છે.રવિવારે દેશમાં 13,979 નવા દર્દી નોંધાયા. 9,476 સાજા થયા, જ્યારે 79 લોકોનાં મોત થઈ ગયાં. 4,412 એક્ટિવ કેસ વધ્યા, જે 87 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 25 નવેમ્બરે 7,234 એક્ટિવ કેસ વધ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

    કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કહ્યું છે. હાલ ઘણાં રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ જ વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલ ફ્રન્ટલાઈન અને હેલ્થકેરવર્કર્સને જ વેક્સિન લગાવવામાં આવી રહી છે. માર્ચથી 50 વર્ષથી વધુ ઉંમરના તમામ અને 50થી ઓછી ઉંમરના એવા નાગરિકોને પણ વેક્સિન લગાવાશે જેમને અન્ય બીમારીઓ પણ છે. કેન્દ્રએ આના માટે પણ તૈયાર રહેવા માટે કહ્યું છે.

    મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આજે એટલે કે સોમવારે રાજ્યમાં ભીડભાડવાળા તમામ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે સ્થિતિ નહીં સંભાળાય તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે.

    ઉદ્ધવ ઠાકરેએ રવિવારે લોકોને 8 દિવસનું અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે જે લોકો લોકડાઉન નથી ઈચ્છતા તેઓ માસ્ક જરૂર પહેરે. પ્રાઈવેટ કંપનીને પણ વર્કફોર્મ હોમ પોલિસી અપનાવવા માટે કહેવાયું છે, જેથી ભીડથી બચી શકાય. આગામી 8થી 15 દિવસમાં અમને ખબર પડી જશે કે આ કોરોનાની નવી લહેર છે કે નહીં?પુણે જિલ્લા પ્રશાસને પણ નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. અહીં રાતે 11થી સવારે 6 વાગ્યા સુધી લોકોના ઘરેથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર ઈમર્જન્સીમાં જ લોકો બહાર નીકળી શકશે. શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે.

    મહારાષ્ટ્રના અમરાવતી મંડળના 5 અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, વામિશ, બુલ્ઢાડા અને યવતમાલમાં પણ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવાયા છે. અહીં જરૂરી સામાનોની દુકાનોને બાદ કરતાં બાકીની તમામ બંધ દુકાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળા-કોલેજ, કોચિંગ સંસ્થા પણ બંધ રહેશે. લોકોને સવારે નવથી સાંજે 5 વાગ્યા સુધી જ સામાન ખરીદવાની છૂટ મળશે.વધતા કેસને કારણે ભારત એકવાર ફરી દુનિયાના એવા 15 દેશમાં સામેલ થઈ ગયો છે, જ્યાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે, એટલે કે એવા દર્દી જેમની સારવાર ચાલી રહી છે, બાકી કાં તો સાજા થઈ ચૂક્યા છે કે પછી તેમનાં મોત થઈ ચૂક્યાં છે.

    ભારત આ યાદીમાં 15મા નંબર પર આવી ગયો છે. 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આયર્લેન્ડને પાછળ છોડતા 17મા નંબર પર પહોંચી ગયો હતો.આખા દેશમાં દરરોજ થતા ટેસ્ટિંગમાં છેલ્લા એક મહિનામાં 5 લાખનો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર જ્યાં દરરોજ 11 લાખ લોકોની તપાસ થતી હતી, ત્યાં હવે સરેરાશ 6 લાખ લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. રાજ્યોમાં કોરોના કેસ વધવાનું એક મોટું કારણ ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો કરવાનું પણ છે. હવે ફરીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ચિઠ્ઠી લખીને ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે.


Download Our B K News Today App



Related News