16 રાજ્યોમાં 98% દર્દી સાજા થયા; MP, પંજાબ અને ગુજરાત સહિત 8 રાજ્યોમાં ટકાવારી 96%થી ઓછી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 13:22:57
  • Views : 271
  • Modified Date : 2021-01-08 13:22:57

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 હજાર 94 નવા દર્દી નોંધાયા. 20 હજાર 532 સાજા થયા અને 233 લોકોના મોત થયા. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 2688નો ઘટાડો થયો. અત્યાર સુધી કુલ 2.22 લાખ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

    16 રાજ્યોમાં લગભગ 98% દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જો કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, સિક્કીમ અને ઉત્તરાખંડમાં આ ટકાવારી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની ટકાવારીથી ઓછી છે. દેશમાં અત્યાર સુધી 1.04 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 20 હજાર 532 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 1.50 લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને પશ્વિમ બંગાળને ચિઠ્ઠી લખી છે. તેમણે આ રાજ્યોને કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે પગલા લેવા માટે કહ્યું છે. આ રાજ્યોમાં તાજેતરના દિવસોમાં નવા કેસની સંખ્યામાં સ્થાયી ઘટાડો જોવા મળી રહ્યો નથી.દેશના કુલ એક્ટિવ કેસમાં 59% અહીંયા છે. જેમાંથી સૌથી વધુ કેરળમાં છે લગભગ 28.61 ટકા. ત્યારપછી મહારાષ્ટ્રમાં 22.79 ટકા, છત્તીસગઢમાં 3.99 ટકા અને પશ્વિમ બંગાળમાં 3.89 ટકા કેસ છે. આ રાજ્યોની સખત દેખરેખ રાખવા અને વધતા કેસની તપાસ માટે પગલા લેવાની સલાહ આપવામાં આવ છે.

  •     કોરોના વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન એક-બે દિવસમાં શરૂ થઈ જશે. કેન્દ્રએ રાજ્યોને આના માટે ઝડપથી તૈયારી પુરી કરવા માટે કહ્યું છે. વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન ખાનગી વિમાનની સાથે જ વાયુસેનાના એરક્રાફ્ટ સુપર હરક્યૂલિસ C-130Js અને એન્ટોનોવAN-32s થી કરવામાં આવશે.આંધ્ર, આસામ, બિહાર,છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં વેક્સિનની સપ્લાઈ થશે.
  •     આંદામાન-નિકોબાર, અરુણાચલ, ચંદીગઢ,દાદરા તથા નગર હવેલી, દમણ-દીવ, ગોવા, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડ્ડુચેરી, સિક્કીમ, ત્રિપુરા અને ઉત્તરાખંડને સરકારી ડિપોમાંથી વેક્સિન મળશે.અધિકારીઓએ જણાવ્યું કે, સપ્લાયર વેક્સનને એવા કન્ટેનરમાં રાખવાની વ્યવસ્થા કરી રહ્યાં છે જેનાથી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન વેક્સિન 42 કલાક સુધી સુરક્ષિત રહે. જો કે, મોટાભાગના ટ્રાન્સપોર્ટેશન કોમર્શિયલ એરલાઈન્સ દ્વારા કરાશે.વાયુસેનાના વિમાનોનો ઉપયોગ અરુણાચલ અને લદ્દાખ જેવા રિમોટ એરફિલ્ડમાં કરવામાં આવશે.
    •     આજે 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે.કેરળ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને પોતાની તપાસ કરાવવા અને આઈસોલેટ થવા માટે કહ્યું છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને UKની ફ્લાઈટ્સ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News