વૈજ્ઞાનિકોએ બનાવ્યો આબેહૂબ કોરોના જેવો પાર્ટિકલ; આ મહામારી નહીં ફેલાવે, તેને ખતમ કરી દેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:29:35
  • Views : 300
  • Modified Date : 2021-01-01 12:29:35

    છેલ્લે 2020ની વિદાય થઈ ગઈ. આખી દુનિયા 2021ને આશાથી ભરેલી નજરોથી જોઈ રહી છે. સૌથી મોટી આશા કોરોના વેક્સિન પાસે છે. અને હોય પણ કેમ ન. છેલ્લે આખું 2020 કોરોનાને સહન કરતા કરતા પસાર થયુ છે.(2021 આ સદી માટે આશાઓનું સૌથી મોટું વર્ષ છે. કારણ- જે કોરોનાએ દેશના એક કરોડથી વધુ લોકોને પોતાના સકંજામાં લીધા, તેનાથી બચવા માટેની વેક્સિનથી નવા વર્ષની શરૂઆત થશે. એટલા માટે 2021ના માથે આ આશાનો ટિકો છે)દુનિયાભરના લોકો આખું વર્ષ જીવલેણ કોરોનાવાઈરસની લાલ તસવીર જોતા રહ્યાં. વૈજ્ઞાનિકોએ આને Severe Acute Respiratory Syndrome Coronavirus-2 એટલે કે SARS-CoV-2 નામ આપ્યું છે. તો આવો નવા વર્ષના પહેલા દિવસે જોઈએ અનોખા પાર્ટિકલની તસવીર જે આબેહૂબ કોરોના વાઈરસની જેવું દેખાય છે. જેની ચારેય બાજુ પણ કોરોના વાઈરસની જેમ સ્પાઈક્સ છે. પણ આ એકદમ ઊંધુ કામ કરે છે. આ કોરોના નથી ફેલાવતો, પણ તેના વાઈરસને ખતમ કરે છે.

    આ તસવીર છે કોરોનાના VLP(Virus like particle) એટલે કે કોરોનાવાઈરસ જેવા પાર્ટિકલની. જેને પ્રકૃતિએ નહીં પણ કોરોનાની શોધખોળ કરી રહેલા વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે.કહેવાય છે ને કે દુશ્મનને મારવા માટે તેના જ વેશમાં તેની સેનામાં ઘુસી જાવ. ઠીક એવા જ અંદાજમાં VLPને પણ આબેહૂબ કોરોના વાઈરસની જેમ પ્રોટીનથી બનાવવામાં આવ્યો છે. આ પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની ઘણી વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે.જેમાં ઘણી વેક્સિન્સ માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

    આઈડિયા એ છે કે વેક્સિન દ્વારા જેવી જ VLP માણસના શરીરમાં પહોંચશે તો તે છેતરાઈ જશે. આપણા શરીરને લાગશે કે કોરોના વાઈરસ આવી ગયો છે અને તે તેને મારવા માટે પોતાના પ્રતિરોધક તંત્રને સક્રિય કરી દેશે.આપણા શરીરમાં કોરોના વિરુદ્ધ એન્ટીબોડીઝ બનવાનું શરૂ થઈ જશે.તે પણ એટલી સંખ્યામાં કે અમુક મહિનાઓ અથવા વર્ષ સુધી જો આપણા શરીરનો સામનો અસલી કોરોના વાઈરસથી થાય તો પહેલાથી તૈયાર એન્ટીબોડીઝ તેને મારી નાખશે.બીજી ટેકનીકથી બનતી ઘણી વેક્સિન્સની જેમ આ પાર્ટિકલથી બનનારી વેક્સિનથી કોરોના થવાનો સહેજ પણ ભય નથી. જો કે, આમા કોઈ પણ વાઈરસનો જીવ, એટલે કે જેનેટિક મટેરિયલ નથી. આ પાર્ટિકલ્સ કોરોના વાઈરસની જેમ હોવા છતા પોતાની સંખ્યા વધારી શકતા નથી.

    દુનિયાની ઘણી કંપનીઓ આ નવી ટેક્નોલોજીથી વેક્સિન બનાવવામાં લાગી ગઈ છે. અત્યારસુધી સસ્તન પ્રાણીમાંથી લેવાયેલા પ્રોટીન દ્વારા આ પાર્ટિકલ બનાવવામાં આવી રહ્યાં હતા, પણ કેનેડાની બાયોટેક્નોલોજી કંપની Medicago એ માત્ર 20 દિવસમાં છોડના પ્રોટીનમાંથી કોરોનાના VLP બનાવી લીધા છે.કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી વેક્સિન એકદમ સસ્તી, ઓછા સમય અને સ્થળમાં તૈયાર થશે. કંપનીએ આ આધારે કોરોના વેક્સિન વિકસિત કરીને ટ્રાયલ જુલાઈમાં શરૂ કર્યાં. આ ટેકનીકથી વેક્સિન તૈયાર કરવામાં એન્ટીજનની ઓછી માત્રાની જરૂર પડે છે. એવામાં ઓછા ખર્ચમાં વેક્સિનથી વધુ ડોઝ તૈયાર કરી શકાય છે.ભારતમાં હૈદરાબાદનવી જીનોમ વૈલીમાં આવેલી ફાર્મા કંપની બાયોલોજિક Eએ VLP આધારિત કોરોના વેક્સિન તૈયાર કરી છે. જેનાં phase-1 અને phase-2ની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

    પરંપરાગત રીતે વેક્સિન માટે એન્ટીજન બનાવવા માટે જીવીત વાઈરસને મારીને વિભાજીત કરવામાં આવે છે. જેના માટે મોટી સંખ્યામાં વાઈરસની જરૂર પડે છે. જેના કામમાં સામાન્ય રીતે મરઘી અને ઉંદરના ભ્રૂણ અથવા ફળદ્રુપ ઈન્ડાને બાયો-રિએક્ટરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે અનુકૂળ વાતાવરણ બનાવીને જ તેમા મોટી સંખ્યામાં વાઈરસ પેદા કરવામાં આવે છે.જ્યારે, VLP વાળી વેક્સિનમાં વાઈરસ જેવા પાર્ટિકલ્સને મોટી સંખ્યામાં બનાવવા માટે છોડને બાયો-રિએક્ટરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.આ રીતે વેક્સિન બનાવવાનો કાચો માલ અથવા એન્ટીજન માત્ર ઓછા સમયમાં જ નહીં પણ એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે. આનાથી વેક્સિન પણ સસ્તી અને ઝડપથી તૈયાર કરવામાં આવી શકે છે.

Download Our B K News Today App



Related News