ડીસામાં કોરોના સામે જાગૃતિ લાવવા અનોખી રેલી ઃ કોરોનાની નનામી કઢાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:53:19
  • Views : 590
  • Modified Date : 2020-07-11 11:53:19

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના કેસો વચ્ચે લોકો ફરજીયાત માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખે તે માટે શુક્રવારે ડીસામાં ભારત વિકાસ પરીષદ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી યોજી લોકોને અપીલ કરવામાં આવી હતી અને કોરોના વાયરસની નનામી કાઢવામાં આવી હતી.
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસને દિવસે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૩૬૫ જેટલા કેસો નોંધાયા છે. જેમાં ૧૭ લોકોના સારવાર દરમ્યાન મોત થયા છે. ત્યારે શુક્રવારે ડીસા શહેરમાં લોકો કોરોના વાયરસની ગંભીરતા મામલે સજાગ બને તે માટે ભારત વિકાસ પરીષદ, લાયન્સ કલબ અને એ.બી.વી.પી. સહિત વિવિધ સામાજીક સંગઠનોએ જાગૃતિ રેલી યોજી હતી. સાથે જ વિવિધ બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખે અને વારંવાર હેન્ડ સેનીટાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત ફરજીયાત માસ્ક પહેરીને જ ઘરથી બહાર નીકળે તેવી અપીલ કરી હતી. કોરોના વાયરસનું પૂતળું બનાવી લોકોને આ રોગની ગંભીરતા અંગે પણ જાગૃત કર્યા હતા.
 જનજાગૃતિ રેલીમાં ભારત વિકાસ પરિસદ, પ્રમુખ અમરતભાઈ પઢીયાર, ડીસા લાયન્સ ક્લબ પ્રમુખ હિતેશભાઇ શાહ, એ.બી.વી.પી. ના નગરમંત્રી અંકુર દેસાઇ, વિશ્વ હિન્દુ પરીષદના જયેશભાઇ દેસાઇ સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News