સાત બિમારીથી પીડાતા ડીસાના મંજુલાબહેને કોરોનાને હરાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 10:57:56
  • Views : 632
  • Modified Date : 2020-07-24 10:57:56

(પંકજ સોનેજી, ડીસા)
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું રહ્યું છે. ત્યારે ડીસાના ૭૦ વર્ષના વૃદ્ધાએ સાત જેટલી બીમારીઓથી પીડાતા હતા .જેમને યોગ્ય સમયે સારવાર મળી જતા કોરાનાને મહાત આપી ઘરે પરત ફરતા તેમને વધાવવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. અને ખાસ કરીને એવા કોરોનાગ્રસ્ત દર્દીઓ જેમની ઉમર ૫૦ વર્ષ કરતા વધારે અને જેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવી બીમારી હોય છે. તેવા દર્દીઓને સારવાર દરમિયાન મોત થવાની સંખ્યા મોટી છે. જયારે ડીસાના ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતા મંજુલાબેન મધુભાઈ ઠક્કર (ઉ.વ. ૭૦) સાત જેટલી બિમારીઓથી
પીડાતા હતા. જેમને ન્યુમોનિયાની અસર હતી. અને થોડા દિવસ અગાઉ તેઓની તબિયત ખરાબ થતાં ડીસાના સ્થાનિક તબીબને બતાવતાં તેમને તાવ, શરદી તેમજ શ્વાસ લેવામાં વધુ તકલીફ ધ્યાને આવી હતી. જેમની  મોટી ઉમર અને અન્ય બીમારીઓનાં કારણે તેઓની સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરમાં જ સારવાર શક્ય છે. તેવી સલાહ મળતા તેઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદમાં મૂળ જુનાડીસાના વતની ડો. નરેન્દ્ર સંઘવીની આનંદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.  દરમિયાન તેઓને કોરોના રીપોર્ટ
પોઝિટિવ આવ્યો હતો. જેથી આઈ.સી.યુ.માં સારવાર
આપવામાં આવી હતી. તેઓના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ મંજુલાબેન અન્ય ગંભીર સાત બીમારીથી પણ પીડિત હતા.
જયારે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓ ૫૦ વર્ષ કરતા વધુ ઉમર હોય અને તેઓને ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી બીમારી હોય તો તેવા મોટાભાગના દર્દીઓના સારવાર દરમિયાન મોત થવાના અનેક અહેવાલ છે.જયારે ૭૦ વર્ષના મંજુલાબેને બીમારીઓની સાથે-સાથે  કોરોનાને હરાવ્યો હતો.અને સ્વસ્થ થઇ  ઘરે
પરત ફર્યા ત્યારે તેઓના
પરિવારજનોએ ફુલહાર
પહેરાવી તાળીઓથી વધાવી આવકાર્યા હતા.  મંજુમાના ઘરમાં આગમનથી
પરિવારજનોમાં ખુશીનો માહોલ  સર્જાયો છે.


મંજુલાબેન આ બિમારીઓથી પીડાતા હતા
૧.માનસિક દવા ચાલુ હતી.
૨.પીતાશય નીકાળી દેવાયેલ હતું
૩.આંતરડા પર સોજો હતો.
૪.હૃદય પોહળું થયેલ હતું.
૫.ફેફસાંમાં પાણી ભરાતું હતું.
૬.ડાયાબીટીસ હતું.
૭.હાયપરટેન્શન હતું

Download Our B K News Today App



Related News