પાલનપુર શાકમાર્કેટના વેપારીઓ આપી રહ્યા છે કોરોનાને આમંત્રણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-15 12:02:36
  • Views : 741
  • Modified Date : 2020-07-15 12:02:36

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આથી બનાસકાંઠા કલેકટર સંદીપ  સાગલે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં તારીખ ૧૦/૦૭/૨૦૨૦ થી  ૨૦ /૦૭ /૨૦૨૦ સુધી
પાલનપુર અને ડીસા શહેરમાં દુકાનો તેમજ તમામ ધંધાઓ સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમજ ૧૪૪ કલમ કડકપણે અમલ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં પાલનપુર શાકમાર્કેટમાં વ્યાપારીઓ  દ્વારા માસ્ક
પહેરવામાં આવતા નથી અને  સોશિયલ  ડિસ્ટન્સનો અમલ પણ કરવામાં આવતો નથી.  સરકારની ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ખુલ્લેઆમ સરકારના  ગાઇડલાઈનના  નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા પાલનપુર શાક માર્કેટના વેપારીઓ અને લારી ગલ્લાઓ વાળાને કોરોના વાયરસના સંક્રમણનો ડર નથી તેવું લાગી રહ્યું છે.  માર્કેટમાં આવતા  ગ્રાહકોને  તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય તો જવાબદારી કોની ?

Download Our B K News Today App



Related News