પોઝિટિવ કેસનો આંક ૩૩,૯૨૭ પર પહોંચ્યો, કુલ ૩૦,૯૨૫ રિકવર અને મૃત્યુઆંક ૯૮૧ થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:22:17
  • Views : 293
  • Modified Date : 2020-10-19 11:22:17

  સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૩,૯૨૭ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૯૮૧ થયો છે. ગત રોજ શહેરમાંથી ૧૭૭ અને જિલ્લામાંથી ૮૮ મળી ૨૬૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૦,૯૨૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

  સુરત સિટીમાં કુલ ૨૪,૬૪૩ પોઝિટિવ કેસમાં ૭૦૯ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ ૯,૨૮૪ કેસ પૈકી 272 ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ ૩૩,૯૨૭ કેસમાં ૯૮૧ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ ૨૨,૬૪૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ ૮,૨૭૯ દર્દી સાજા થયા છે.

  શહેરમાં ૧૦ કાપડના વેપારી, કાપડ દલાલ, યાર્નના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા ૧૨ વ્યક્તિઓ તેમજ હીરાના વેપારી અને  ૪ રત્નકલાકાર સહિત ડાયમંડ સાથે સંકળાયેલા ૫ વ્યક્તિઓ અને બિલ્ડર, વિદ્યાર્થીઓ સહિતના અનેક વ્યક્તિઓ કોરોનામાં લપેટાયા હતા. 

Download Our B K News Today App



Related News