રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૧૦ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 10:38:17
  • Views : 306
  • Modified Date : 2021-04-15 10:38:17

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યાનો આંકડો ૭૦૦૦ને પાર થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૭૪૧૦ નવા કેસ નોંધાયા છે. જેની સામે ફક્ત ૨૬૪૨ દર્દીઓ જ સાજા થયા છે. કોવિડ-૧૯ના કેસ વધે છે અને સાજા થતાં દર્દીઓની સંખ્યા ઓછી હોવાના કારણે રાજ્યની હોસ્પિટલો પર ભારણ વધી ગયું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત શહેરમાં ૨૪-૨૪ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ શહેરમાં ૭ અને વડોદરા શહેરમાં છ લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લા તથા સાબરકાંઠામાં બે-બે લોકોના જીવ ગયા છે. અમદાવાદ જિલ્લા, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ શહેર, જુનાગઢ જિલ્લા, સુરત જિલ્લા તથા વડોદરા જિલ્લામાં એક-એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૯૯૫ પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૩,૨૩,૩૭૧ લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૯૬ ટકા છે. જાેકે, રાજ્યના એક્ટિવ કેસથી ચિંતાઓ વધી રહી છે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૯,૨૫૦ પર પહોંચી ગયા છે. જેમાં ૨૫૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૩૮,૯૯૬ દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરો છે. જેમાં અમદાવાદમાં ૨૪૯૧ કેસ નોંધાયા છે જેની સામે ફક્ત ૪૧૫ લોકો જ સાજા થયા છે. સુરત શહેરમાં ૧૪૨૪ કેસ નોંધાયા છે અને ૬૨૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ શહેરમાં ૫૫૧, વડોદરા શહેરમાં ૩૧૭ તથા સુરત જિલ્લામાં ૨૩૧ કેસ નોંધાયા છે.

Download Our B K News Today App



Related News